હોટેલમાં રોકાયેલા યાત્રાળુઓ કંઈ સમજી શક્યા ત્યાં સુધીમાં તો આગની જ્વાળાઓ આખી ઇમારતને લપેટમાં લઈ ચૂકી હતી: આગમાં ફસાયેલી માતાએ દોઢ વર્ષના બાળકને બારીમાંથી ફેંકી દીધું
અજમેરના દિગ્ગી બજાર વિસ્તારમાં આજે સવારે એક ભયંકર અકસ્માત થયો. અહીં સ્થિત નાઝ હોટેલમાં સવારે 8 વાગ્યે ભીષણ આગ લાગી હતી. હોટેલમાં રોકાયેલા યાત્રાળુઓ કંઈ સમજી શક્યા ત્યાં સુધીમાં તો આગની જ્વાળાઓ આખી ઇમારતને લપેટમાં લઈ ચૂકી હતી. આગ એટલી ઝડપથી ફેલાઈ ગઈ કે લોકોને બચવાનો મોકો પણ ન મળ્યો. સર્વત્ર અંધાધૂંધી વચ્ચે લોકોએ પોતાનો જીવ બચાવવા માટે બારીઓમાંથી કૂદવાનો પણ પ્રયાસ કર્યો.
પ્રતયક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, એસી ફાટ્યા પછી લાગેલી આગ થોડી જ વારમાં ઉપરના માળ સુધી પહોંચી ગઈ. આ દરમિયાન, આગમાં ફસાયેલી એક માતાએ બચવાનો કોઈ રસ્તો ન જોતાં તેના દોઢ વર્ષના બાળકને બારીમાંથી ફેંકી દીધું. નીચે ઉભેલા લોકોએ કોઈક રીતે બાળકને પકડી લીધો અને તેનો જીવ બચાવ્યો, પરંતુ તેને સામાન્ય દાઝી ગયેલી ઇજાઓ થઈ. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 4 લોકોના મોત થયા છે, જ્યારે એક માસૂમ બાળક સહિત 5 લોકો દાઝી ગયા છે. ઘાયલોને જવાહરલાલ નહેરુ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.
સાંકડી ગલીઓમાં આવેલી આ પાંચ માળની હોટેલમાં ફાયર બ્રિગેડના વાહનો પણ સમયસર પહોંચી શક્યા ન હતા અને અડધા કલાક મોડા પહોંચ્યા હતા. ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું. બચાવ કામગીરી દરમિયાન, ધુમાડા અને ગરમીને કારણે ઘણા ફાયરમેન અને પોલીસકર્મીઓ પણ બેભાન થઈ ગયા.
ઘટનાની માહિતી મળતા જ અધિક પોલીસ અધિક્ષક હિમાંશુ જાંગીડ પોલીસ દળ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને રાહત અને બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. આ અકસ્માતે ફરી એકવાર હોટલના સલામતી ધોરણો પર ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરણમલ તળાવ ગેઇટ નં. ૯થી ન્યુ સ્કુલ તરફનો રસ્તો વધુ ચાર મહીના બંધ
May 01, 2025 05:54 PMજબ્બર વિરોધ થતા કચરાની દરખાસ્ત પેન્ડીંગ રાખતી સ્ટે. કમિટી
May 01, 2025 05:34 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech