નવા વર્ષના આગમનમાં ભાવનગરમાં હત્યાનો બનાવ સામે આવ્યો છે. ભાવનગર શહેરના તરસમિયા ગામના રહેવાસી સુરેશભાઈ બુધાભાઈ ડાભી (ઉં.વ 40)ની મોડીરાતે ચાર શખસે છરીના ઘા મારી કરપીણ હત્યા કરી છે. પ્રાથમિક વિગતો અનુસાર, તરસમિયા ખારસી રોડ પર પીરની દરગાહ નજીક ચાર શખસ સુરેશભાઈ પર તીક્ષ્ણ હથિયારોથી તૂટી પડ્યા હતા. આ હુમલામાં સુરેશભાઈ લોહીલુહાણ હાલતમાં સ્થળ પર જ ઢળી પડ્યા હતા. તે દરમિયાનમાં ઇજાગ્રસ્ત સુરેશભાઈને ગંભીર હાલતે પ્રાઇવેટ વાહનમાં ભાવનગરની સર ટી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં મોડી રાત્રે સુરેશભાઈનું મોત નીપજ્યું હતું.
ભાવનગરમાં મોડીરાત્રે ખૂની ખેલ ખેલાતા શહેરભરમાં ચકચાર મચી જવા પામી છે. ગાડીમાં આવેલા ચાર શખ્સોએ યુવાનને આંતરી છરીના ઉપરાછાપરી ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો. જેનાથી ભાવનગર ફરી રક્ત રંજિત બન્યું છે. ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો દોડી ગયો હતો અને મૃતક યુવાનના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.
મોડી રાત્રે સુરેશભાઈનું મોત નીપજ્યું
મળતી વિગત મુજબ શહેરના તરસમિયા ગામના રહેવાસી સુરેશભાઈ બુધાભાઈ ડાભી (ઉં.વ 40)ની મોડીરાતે ચાર શખસે છરીના ઘા મારી કરપીણ હત્યા કરી હતી. પ્રાથમિક વિગતો અનુસાર, તરસમિયા ખારસી રોડ પર પીરની દરગાહ નજીક ચાર શખસ સુરેશભાઈ પર તીક્ષ્ણ હથિયારોથી તૂટી પડ્યા હતા. આ હુમલામાં સુરેશભાઈ લોહીલુહાણ હાલતમાં સ્થળ પર જ ઢળી પડ્યા હતા. તે દરમિયાનમાં ઇજાગ્રસ્ત સુરેશભાઈને ગંભીર હાલતે પ્રાઇવેટ વાહનમાં ભાવનગરની સર ટી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં મોડી રાત્રે સુરેશભાઈનું મોત નીપજ્યું હતું.

મૃતકના સગાઓ મોટી સંખ્યામાં હોસ્પિટલ દોડી આવ્યા
આ ઘટનાની જાણ થતા મૃતકના સગાઓ મોટી સંખ્યામાં હોસ્પિટલ દોડી આવ્યા હતા. આ બનાવની જાણ થતા ભરતનગર પોલીસ સ્ટેશનના પીઆઇ કુરેશી સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળ પર દોડી ગયો હતો. હાલમાં આ બનાવ અંગે તપાસ હાથ ધરી ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ત્રણ સંતાને પિતાની છત્રછાયા ગુમાવી
મૃતક સુરેશભાઈ ડાભીનો પરિવાર સુરત રહે છે અને સુરેશભાઈ ભાવનગર શહેરના તરસમિયા ખાતે આવેલ રામજીમંદિર પાસે તેની પત્ની, એક દીકરી અને બે દીકરા સાથે રહેતા હતા. મૃતક સુરેશભાઈ ડાભી છેલ્લા ઘણા સમયથી ભાવનગરમાં રહે છે અને તરસમિયા ગામમાં રેડીમેન્ટ કાપડની દુકાનમાં મજૂરીકામ કરી ગુજરાન ચલવતા હતા. 3 જાન્યુઆરીની મોડીરાતે કોઈ અજણાયા શખસો દ્વારા તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યા છે. આ બનાવના પગલે 3 બાળકે પીતાની છત્રછાયા ગુમાવી છે.

ધમકી આપ્યા બાદ ચારેય શખ્સો નાસી છૂટ્યા
આ અંગે મૃતકના સુરેશભાઈના ભાઈ નરેશભાઈ ડાભીએ જણાવ્યું કે, હું પીરદાદાથી ટુ-વ્હીલર લઈને મારી દીકરી સાથે જઈ રહ્યો હતો. પાછળથી મેં જોયું તો ચાર લોકોએ મારા ભાઈ ઉપર છરીનો ઘા કર્યો હતો, જેથી હું એ લોકો પાસે ગયો અને મેં એ લોકોને કહ્યું કે, મારા કાકાનો દીકરો છે, એને મારતા નહીં. તેમાંથી એક વ્યક્તિએ મારુ નામ વિપુલ બારૈયા છે, જે થાય તે કરી લેજો એવું કહ્યું હતું. તે ગાડીમાં ચાર લોકો આવ્યા હતા અને તે લોકો ત્યાંથી ચાલ્યા ગયા હતા. કયા કારણોસર આ બન્યું છે તે અમને ખબર નથી. અમારી માંગણી છે કે, આરોપીઓને ઝડપથી પકડી પાડવામાં આવે અને કડકમાં કડક સજા આપવામાં આવે.