BREAKING NEWS

રિસર્ચ માટે લાવેલી લિથિયમ બેટરી બ્લાસ્ટ, આગ ફાટી નીકળતા ચાર યુવકો દાઝ્યા, અમદાવાદમાં પીજીમાં બની ઘટના

  • October 15, 2025 12:51 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


અમદાવાદમાં પીજીમાં રિસર્ચ માટે લાવેલી લિથિયમ બેટરી બ્લાસ્ટ થતા અફરાતફરી મચી ગઈ હતી. બેટરી ફાટ્યા બાદ પીજીના રૂમમાં આગ ફાટી નીકળી હતી. જેમાં ચાર યુવકો દાઝી જતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા.


આ ઘટનામાં ક્રિશ, હર્ષરાજ, મિત અને શ્યામ નામના ચાર યુવકો ઈજાગ્રસ્ત થયા હતા. 


લિથિયમ બેટરી લઈને આવ્યા હતા અને ઘરમાં રાખી હતી

મળતી માહિતી મુજબ, અમદાવાદના મકરબા વિસ્તારમાં આવેલા સીવી સ્ટ્રેટા બિલ્ડિંગના 11મા માળે ચાલતા પીજીમાં વહેલી સવારે આગ લાગવાની ઘટના બની હતી. ચાર યુવક રિસર્ચ માટે લિથિયમ બેટરી લઈને આવ્યા હતા અને ઘરમાં રાખી હતી. એ દરમિયાન રાત્રે ચારેય સૂતા હતા અને કોઈ કારણસર બેટરી ફાટતાં એમાં આગ લાગી હતી. આગ અને ધુમાડાને કારણે ચારેય યુવક બેભાન થઈ ગયા હતા અને દાઝી ગયા હતા. ફાયરબ્રિગેડની ટીમે તાત્કાલિક પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી અને ઈજાગ્રસ્ત યુવકોને બહાર કાઢી સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.


એકાએક બેટરી ફાટતાં આખા ઘરમાં આગ ફેલાઈ ગઈ

મકરબા વિસ્તારમાં આવેલા સીવી સ્ટ્રેટા બિલ્ડિંગમાં 11મા માળે એલજે કોલેજમાં અભ્યાસ કરતા ચાર યુવક પીજી તરીકે રહેતા હતા. ગત મોડીરાત્રે યુવકો રિસર્ચ માટે લિથિયમ ઈલેક્ટ્રિક બેટરી લઈને ઘરે આવ્યા હતા. તેઓ સૂતા હતા એ દરમિયાન એકાએક બેટરી ફાટતાં આખા ઘરમાં આગ ફેલાઈ ગઈ હતી. એ સમયે ઘર બંધ હોવાથી ચારેય યુવક દાઝ્યા હતા અને ધુમાડાના કારણે બેભાન થઈ ગયા હતા. તાત્કાલિક ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવતાં પ્રહલાદનગર ફાયર સ્ટેશનની બે ગાડી ઘટનાસ્થળે પહોંચી હતી અને ઘરમાં રહેલા યુવકો જેવો દાઝી ગયા હતા તેમને સારવાર અર્થે સોલા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.


ક્યા કારણથી આગ લાગી એ અંગે માહિતી મળી નથી

ફાયરબ્રિગેડ પાસેથી મળતી માહિતી મુજબ, વહેલી સવારે 3.47 વાગ્યાની આસપાસ ફાયરબ્રિગેડને મેસેજ મળ્યો હતો. આગમાં દાઝેલા યુવકો LJ કેમ્પસમાં અભ્યાસ કરતા હતા. ચારે યુવક ઇલેક્ટ્રિક બેટરીને ચાર્જમાં મૂકી હતી અથવા તો અન્ય કોઈ કામ માટે ત્યાં રાખી હતી, જેમાં આગ લાગી હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે. લિથિયમની બેટરી હોવાનું ધ્યાને આવ્યું છે, હાલ ક્યા કારણથી આગ લાગી એ અંગે માહિતી મળી નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News