BREAKING NEWS

જામનગરમાં આહીર સમાજના આંગણે અવસર: જનવિશ્વાસ જીતી નેતૃત્વની જવાબદારી સંભાળતા હાલારના પ્રતિનિધિઓનું સન્માન કરાશે...

  • August 21, 2026 05:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં આહીર સમાજના આંગણે અવસર: જનવિશ્વાસ જીતી નેતૃત્વની જવાબદારી સંભાળતા હાલારના પ્રતિનિધિઓનું સન્માન કરાશે...

જામનગર આહીર સમાજ દ્વારા ગૌરવવંતા પ્રસંગનું આયોજન: સાંસદ પૂનમબેન માડમ સહિતના અગ્રણીઓની હાજરીમાં કાર્યક્રમ યોજાશે...
​​​​​​​


જામનગર સહિત હાલાર પંથકના આહીર સમાજના એવા રત્નો જેમણે પોતાના વિસ્તારના લોકોનો વિશ્વાસ જીતી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ચૂંટાઈ વિસ્તારના પ્રતિનિધિની તરીકેની જવાબદારી સંભાળી છે તેવા આહિર સમાજના ચૂંટાયેલા પ્રતિનિધિઓના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. જામનગર આહીર સમાજ દ્વારા આવતીકાલે તા. 22/08 ને શનિવારે સાંજે 5:00 વાગ્યે 1 જામનગરના આહિર દેવાયત બોદર માર્ગની શિવમ સોસાયટી ખાતે આહીર સમાજના આંગણે આ ગૌરવવંતો પ્રસંગ ઉજવાશે.

આહીર સમાજના અગ્રણી ભીખુભાઈ વારોતરીયાના અધ્યક્ષસ્થાને આયોજિત આ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે હાલારના સક્રિય સાંસદ પૂનમબેન માડમ, અતિથિ વિશેષ તરીકે મુળુભાઇ બેરા, મુળુભાઇ કંડોરિયા, હેમંતભાઈ ખવાની હાજરીમાં રાકેશભાઈ બાબુભાઈ ડેર (ડેપ્યુટી મેયર, જામનગર મહાનગરપાલિકા), પ્રિતેશભાઈ વિનોદભાઈ ડાંગર (પ્રમુખશ્રી, તાલુકા પંચાયત, ભાણવડ),  પુરીબેન બાબુભાઈ ગોજીયા (પ્રમુખ, તાલુકા પંચાયત, જામકલ્યાણપુર), શ્રી રંજનબેન કશ્યપભાઈ ડેર (ચેરમેન, કારોબારી સમિતિ, જી.૫., દેવભૂમિ દ્વારકા), રાજેશભાઈ વશરામભાઈ મકવાણા (ચેરમેન, આરોગ્ય સમિતિ, જી.૫. જામનગર),  સુમાતભાઈ વજશીભાઈ ચાવડા (ચેરમેન, બાંધકામ સમિતિ, જી.૫.દેવભૂમિ દ્વારકા), રિધ્ધીષભાઈ વાસુરભાઈ ડેર (ચેરમેન, લાઇટ કમિટી, જામનગર મહાનગરપાલિકા), મિથિલભાઇ મનુભાઈ માડમ (કોર્પોરેટર, જામનગર મહાનગરપાલિકા), રાજુભાઈ હમીરભાઈ કરમુર (કોર્પોરેટર, જામનગર મહાનગરપાલિકા), સાજીબેન હરદાસભાઇ ખવા (સદસ્ય, જિલ્લા પંચાયત, જામનગર), દેવદાનભાઈ ખીમાભાઈ જારીયા (સદસ્યશ્રી, જિલ્લા પંચાયત, જામનગર), રાજીબેન દેવશીભાઈ કરમુર (સદસ્ય, જિલ્લા પંચાયત, દેવભૂમિ દ્વારકા), કરસનભાઈ હરદાસભાઇ આંબલીયા (સદસ્ય, જિલ્લા પંચાયત, દેવભૂમિ દ્વારકા), દેવાતભાઈ જગાભાઈ દેથરીયા (સદસ્ય, જિલ્લા પંચાયત, દેવભૂમિ દ્વારકા), પૂનમબેન વિરેનભાઈ કરમુર (સદસ્ય, જિલ્લા પંચાયત, દેવભૂમિ દ્વારકા),  અલ્પાબેન રણજીતભાઈ ગોજીયા (સદસ્યશ્રી, જિલ્લા પંચાયત, દેવભૂમિ દ્વારકા),  પરબતભાઈ ધનાભાઈ ગાગીયા (સદસ્ય, જિલ્લા પંચાયત, જામનગર), કનુભાઈ પરબતભાઈ વરૂ (સદસ્ય, જિલ્લા પંચાયત, દેવભૂમિ દ્વારકા), ભાવનાબેન કિશોરભાઈ વસરા (ઉપપ્રમુખ, તાલુકા પંચાયત, લાલપુર), હીનાબેન રામભાઈ બારીયા (ઉપપ્રમુખ, તાલુકા પંચાયત, જામજોધપુર),  રાજશીભાઈ કેશુરભાઈ ગોજીયા (ઉપપ્રમુખ, તાલુકા પંચાયત, જામખંભાળીયા), લાખીબેન રામભાઈ કરમુર (ઉપપ્રમુખ, તાલુકા પંચાયત, જામકલ્યાણપુર), અલ્પાબેન વિનોદભાઈ કરમુર (ચેરમેન, કારો. સમિતિ, તા.પં. જામકલ્યાણપુર) નું સમાજના વડીલો, યુવાઓની હાજરીમાં સન્માન કરાશે.

આ અવસરે ઉપસ્થિત રહી કાર્યક્રમને દીપાવવા આહીર સમાજના પ્રમુખ રણમલભાઈ કાંબરીયા, મંત્રી રામશીભાઈ ગોરીયા સહિત સમગ્ર ટ્રસ્ટીગણ દ્વારા અનુરોધ કરાયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application