BREAKING NEWS

ફાર્મા કંપનીના એમઆર સાથે USDTમાં નફાની લાલચમાં 31.54 લાખની ઠગાઈ

  • October 07, 2025 03:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
રાજકોટ શહેરમાં સાયબર માફિયાઓ ઓનલાઇન છેતરામણીની સ્કીમો મુકી ઊંચો નફો મેળવવાની લાલચ આપી લાખોની છેતરપિંડી આચરતા હોવા ના અનેક કિસ્સા સામે આવ્યા છે ત્યારે આવાજ વધુ ઠગાઈના વધુ બે ગુના અલગ અલગ પોલીસ મથકમાં નોંધાવવામાં આવ્યા હતા જેમાં ફાર્મા કંપનીમાં એમ આર તરીકે ફરજ બજાવતા યુવકે યુએસડીટી માં ઊંચું વળતર કમાવાની લાલચમાં 31.54 લાખ ગુમાવવાનો વારો આવ્યો છે જ્યારે એક શિક્ષિક સાથે સાથી કર્મચારી સહિતના ચાર વ્યક્તિઓએ 12 લાખનો ચૂનોચોપડિયાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી.


સાયબર ક્રાઇમ પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ શહેરના જીવરાજ પાર્કમાં કસ્તુરી અંબિકા ટાઉનશિપમાં રહેતા અને ફાર્મા કંપનીમાં એમ.આર. તરીકે ફરજ બજાવતા હાર્દિક ભૂપેન્દ્રભાઈ ઉમરાણિયા ઉ.વ.35 એ સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ નોંધાવી હતી.


ફરીયાદી હાર્દિકભાઈ ઉમરાણીયાએ જણાવ્યું છે કે, બે મહિના પહેલાં તેના ફેસબુક આઈડીમાં જીવિકાશ્રી નામની અજાણી યુવતીની ફ્રેન્ડ રિક્વેસ્ટ આવેલી હતી. બાદમાં બંને વચ્ચે ફોનમાં વાતચીત શરૂ થયેલી અને સમય જતા બંને વચ્ચે મિત્રતા બંધાઈ હતી.


ત્યારબાદ જીવિકાશ્રીએ યુએસડીટીમાં રોકાણ કરવા માટે હાર્દિકને કહ્યું હતું. જેથી બંને વચ્ચે વોટ્સએપમાં વાતચીત બાદ યુએસડીટીમાં રોકાણ કરવા યુવતીએ હાર્દિકને એક લિંક મોકલી એક એકાઉન્ટ હાર્દિકના નામનું બનેલું હતું.


યુવતીના કહેવા મુજબ હાર્દિક પ્રથમ 10,000 રૂપિયાનું રોકાણ કર્યું એના બદલામાં તેને 12,500 પરત મળ્યા હતા, આ રૂપિયા સહેલાઈથી તેના એકાઉન્ટમાં જમા થઈ ગયા હતા, એકાઉન્ટ ઉપર વિશ્વાસ આવતાજ હાર્દિકે કટકે કટકે તેમાં કુલ 31.54 લાખ જેટલું રોકાણ કર્યું હતું.


આ રકમ વીડ્રો કરવાનું નક્કી કરતા તેમાં વધુ પૈસા સિક્યુરિટી પેટે આપવાનો જવાબ મળતા આ અંગે શંકા જતા હાર્દિકે સાયબર ક્રાઈમ પોલીસ મથકે જઈ વધુ મેળવતા ઠગાઈ થયા અંગેનું જાણવા મળતા પોલીસ ફરિયાદ કરતા સાયબર ક્રાઇમ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ પીઆઇ પી.આર ડોબરીયા ચલાવી રહ્યા છે.


બીજા છેતરપિંડી ના બનાવવામાં શહેરના મવડી વિસ્તારમાં રહેતા અને ખાનગી શાળામાં શિક્ષક તરીકે નોકરી કરતા નીતુબેન રાજેશભાઈ દાસ ઉંમર વર્ષ 34 રહે શિવ ટાઉનશીપ મવડી વાળાએ એ-ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ નોંધાવી હતી.


ફરિયાદમાં આરોપી તરીકે પ્રેમ વિજયભાઈ બુદ્ધદેવ, ઉંમર 27 રહે શિવધારા એપાર્ટમેન્ટ, મહિમા બીપીનભાઈ કક્કડ, ઉમર 25 રહે દ્વારિકા વિલેજ રેલનગર, દર્શિલ મહેશભાઈ વાઘેલા ઉમર 22 રહે પુનિતનગર શેરી નંબર 8, તસ્લીમબેન રફીકશાહ શાહમદાર સામે એડીવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.


ફરિયાદી શિક્ષિકાએ જણાવ્યું છે કે, સાથે નોકરી કરતા મહિમાબેનના કહેવાથી તેમણે દોઢેક વર્ષ પહેલાં મોબાઈલના વ્યવસાયમાં રોકાણ કર્યું હતું. જેમાં તેમને શરૂઆતમાં ખૂબ સારો નફો મળતા આરોપીઓના વિશ્વાસમાં આવી જઈ 12 લાખનું રોકાણ કર્યું હતું.


આ ઉપરાંત અન્ય છ પરિચિત લોકોને પણ આ વ્યવસાયમાં રોકાણ કરાવ્યું હતું જે રકમ પરત ન મળતા આ મામલે એ-ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ પીએસઆઇ બી આર સાવલિયા ચલાવી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application