નસિંગ કોલેજમાં એડમીશન અપાવવાના મામલે છેતરપીંડી
નસિંગ કોલેજમાં એડમીશન અપાવશું તેમ કહીને છેતરપીંડી આચર્યાની જામનગરના બે શખ્સો સામે પોલીસમાં ફરીયાદ નોંધાવવામાં આવતા તપાસ ચલાવવામાં આવી રહી છે.
પ્રાપ્ત વિગત અનુસાર પોરબંદર જિલ્લાના પાંડાવદરા ગામની ભીલડી સીમમાં રહેતા મેરુ ઓઘડભાઇ ખુંટી નામના આઘેડે પોલીસમાં ફરીયાદ નોંધાવી છે કે, જામનગર શહેરના વતની અલ્પેશ એચ. દેવમુરારી તથા મનસુખભાઇ વી. કણજારીયા નામના બે શખ્સોએ ચાર વિધાર્થીનીઓને જામનગર શહેરની એમ.પી. શાહ કોલેજમાં નર્સીંગ કોર્સમાં એડમીશન અપાવી દેવાની ખોટી ખાતરી આપી હતી તેમજ રુા. ૫૬ હજાર પડાવી લઇને એડમીશન નહી અપાવતા મેરુભાઇ ખુટીએ તેમની તથા સાહેદો સાથે છેતરપીંડી અને વિશ્ર્વાસઘાત કર્યાની પોલીસમાં ફરીયાદ નોંધાવી છે પોલીસે આ બંને શખ્સો સામે ગુનો નોંધીને વધુ તપાસ બગવદર પોલીસ ચલાવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમોદીજી, મને એક સુસાઈડ બોમ્બ આપો, હું પાકિસ્તાન જઈશ: કર્ણાટકના મંત્રી
May 03, 2025 04:20 PM17 વર્ષની સગીર મોડેલને જ્યુસ પીવડાવી બેભાન કરી રીબડાના શખસે દુષ્કર્મ આચર્યું
May 03, 2025 03:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech