ઈસ્લામાબાદ : પશ્ચિમ એશિયામાં વધતા સૈન્ય સંઘર્ષ અને સાઉદી અરેબિયાના ઓઇલ ઇન્ફ્રાસ્ટ્રકચર પર હથી હત્પમલાઓ વચ્ચે પાકિસ્તાનમાં ઈંધણ સંકટ વધુ ઘેં બન્યું છે. આંતરરાષ્ટ્ર્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં થઈ રહેલા વધારાને કારણે પાકિસ્તાનના પહેલેથી જ મર્યાદિત વિદેશી મુદ્રા ભંડાર પર દબાણ વધી રહ્યું છે. આ સ્થિતિમાં ઈંધણની ખપત અને વધતો નાણાકીય બોજ ઘટાડવા માટે વડાપ્રધાન શહબાઝ શરીફની સરકાર દેશવ્યાપી પેટ્રોલિયમ સ્માર્ટ લોકડાઉન લાગુ કરવાની શકયતા પર વિચાર કરી રહી છે.તાજેતરમાં વડાપ્રધાન શહબાઝ શરીફની અધ્યક્ષતામાં યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં કટોકટીની યોજના અંગે ચર્ચા કરવામાં આવી હતી. સરકાર ઈંધણ અને વીજળીનો વપરાશ તાત્કાલિક ઘટાડવા માટે વિવિધ કડક પગલાં લેવાની તૈયારી કરી રહી હોવાનું જણાવાયું છે.પ્રસ્તાવિત યોજનામાં સરકારી અને ખાનગી ક્ષેત્રની કચેરીઓ, શાળાઓ અને કોલેજો અઠવાડિયામાં માત્ર ચાર દિવસ ચલાવવાનો વિકલ્પ સામેલ છે. શુક્રવાર, શનિવાર અને રવિવારે રજા રાખવાની શકયતા છે.કોલેજો અને યુનિવર્સિટીઓમાં અભ્યાસને તાત્કાલિક ઓનલાઈન મોડમાં ખસેડવાનો પણ વિચાર છે. કોર્પેારેટ અને આઈટી ક્ષેત્રના કર્મચારીઓને અઠવાડિયામાં ઓછામાં ઓછા બે દિવસ વર્ક ફ્રોમ હોમ આપવાની તથા સરકારી કર્મચારીઓ માટે રોટેશન આધારિત ડૂટી સિસ્ટમ લાગુ કરવાની ભલામણ કરવામાં આવી છે. વીજળીની બચત માટે કોમર્શિયલ માર્કેટ અને શોપિંગ મોલ્સને સાંજે ૮ વાગ્યા સુધીમાં બધં કરવાની જોગવાઈનો વિચાર છે. રેસ્ટોરાં અને મેરેજ હોલ્સને રાત્રે ૧૦ વાગ્યા સુધીમાં બધં કરવા કહેવામાં આવી શકે છે. જોકે, મેડિકલ સ્ટોર્સ જેવી આવશ્યક સેવાઓને આ પ્રતિબંધોમાંથી મુકત રાખવાની શકયતા છે. સરકારી વિભાગો અને મંત્રીઓને મળતા પેટ્રોલ ભથ્થામાં પણ ૫૦ ટકા સુધીનો ઘટાડો કરવાની દરખાસ્ત પર વિચાર થઈ રહ્યો છે