BREAKING NEWS

ઢોલ-નગારાના તાલે વૃદ્ધાની નીકળી અંતિમયાત્રા, ડાઘુઓએ કર્યા ભજન-કિર્તન, ચલાલામાં લોકો જોતા જ રહી ગયા

  • October 14, 2025 04:43 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ચાલાલા શહેરના પાલિકા કર્મચારી કાળુભાઈ ખૂંટના માતા અંબાબેન ખૂંટ (ઉં.વ. 90)નું નિધન થયું હતું. જોકે દુખની ઘડીને અવસરમાં બદલવા માટે પરિવારે તેમની અંતિમવિદાય એવી કરી કે વર્ષો સુધી યાદગાર બની રહેશે. અંબાબેનની અંતિમયાત્રા ઢોલ-નગારાના તાલે કાઢવામાં આવી હતી. અનોખી રીતે ઢોલના તાલે અંતિમ વિદાય આપતા લોકો પણ જોતા રહી ગયા હતા. 


ડાઘુઓએ ભજન-કિર્તન કર્યું

અંતિમયાત્રા દરમિયાન ઢોલ વગાડવામાં આવ્યા અને સાથે ડાઘુઓએ ભજન-કિર્તન કર્યું. આ સમગ્ર દ્રશ્યે લોકોમાં આત્મીય ભાવના જગાવી. અનેક લોકોએ અંબાબેનના નિધન પર શોક વ્યક્ત કરતાં અંતિમયાત્રામાં જોડાઈ શ્રદ્ધાંજલિ આપી. અંતિમ વિદાયમાં પણ ભજન અને હરિનું સંસ્મરણ થતા મૃત્યુની પળને શાંતિમય અને આધ્યાત્મિક બનાવવાનો પ્રયત્ન થયો.


શહેરના અગ્રણીઓ અંતિમયાત્રામાં જોડાયા

અંતિમયાત્રામાં ચાલાલા નગરપાલિકા પ્રમુખ સહિતના આગેવાનોએ પણ હાજરી આપી હતી. શહેરના અગ્રણી નાગરિકો, સમાજના અગ્રણીઓ તેમજ પાટણાવાસીઓએ મોટી સંખ્યામાં હાજરી આપી અંબાબેનને અંતિમ વિદાય આપી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application