પેન્શન સાથે મોંઘવારી સારવાર ખર્ચ આપવા જીઇબી નિવૃત કર્મચારીઓની માંગ

  • June 17, 2025 11:27 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જી.ઇ.બી. રીટાયર્ડ એમ્પલોઇઝ એસો. જામનગર તરફથી નિવૃત કર્મચારીઓને રૂ. ૮૦૦ થી ૨૫૦૦ સુધીનું માસિક પેન્શન મળે છે જે આ કારમી મોંઘવારીમાં રોજીંદી જીવવવા રહેવા માટે આ પેન્શનમાં નિર્વાહ થઇ શકે નહીં જેથી સને ૨૦૧૫ થી સરકાર સામે લડત લડીએ છીએ વડાપ્રધાન કેન્દ્રીય શ્રમ અને રોજગાર વિભાગને નાણામંત્રી, સાંસદસભ્યઓ, સ્થાનિક ચુંટાયેલા ધારા સભ્યોને અનેક વખત આવેદન આપી અમારી માંગણી ૭૫૦૦ પેન્શન+ મોંઘવારી+પતિ પત્નીને વૈદકીય સારવાર મળે.


જી.ઇ.બી.નાં ટેકનીકલ વિભાગમાં લાઇન સ્ટાફ ગમે તે સિઝનમાં ટાઢ, તડકો, ચોમાસાના દિવસોમાં તેમજ ગમે તેવા સમયમાં વીજ પ્રુવાહ તુરંત મળે તેવા પ્રયત્નો કરી ખોવાયેલ વીજ પુરવઠો ફરી ચાલુ કરી આપી. કર્મચારીઓ શુભ નિષ્ઠાથી ફરજ બજાવે છે. પેન્શન કેટલું મળે છે તે કહેતા પણ શરમ આવેછે. આમ ગુજરાતના લગભગ ૧૦,૦૦૦ નિવૃત કર્મચારીઓ આનો શિકાર બને છે.


વિદ્યુત નિવૃત કર્મચારી સંગઠનોએ તેમની જીયુએનએલ. હેડ ઓફીસથી પણ રજુઆત કરેલ  છે. પરંતુ કોઇ નક્કર પગલા લેવામાં આવેલ નથી. નવી ભરતીથી જોડાયેલ કર્મચારીઓની પેન્શન યોજના બંધ કરી દીધી જયારે આ બીન સંગઠીત ક્ષેત્રના કર્મચારીઓને નજીવુ પેન્શનમળતા તેમની વૃદ્ધાવસ્થાએ પહોંચેલ છે તેની બાદની જરૂરિયાત પુર્વે થવામાં ખુબ તકલીફ પડે છે. આ બાબતે કાર્યવહી અને નિર્ણય કરવા માટે અમદાવાદ ખાતે ૧૫-૬-૨૫ બેઠક મળનાર છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application