જુગારના આ દરોડાની જાણવા મળતી વિગતો મુજબ, કોટડા સાંગાણી પોલીસ મથકના સ્ટાફને જૂની ખોખરી ગામે મુન્નાભાઈ ગાંડુભાઈ સુરાણીના ઘર પાસે જાહેરમાં જુગાર રમતા પાંચ શખસોને ઝડપી લીધા હતા. જેમાં સુરેન્દ્રસિંહ વેરૂભા જાડેજા, રમેશ બચુભાઈ ગોરસીયા, ગોવિંદ મોહનભાઈ સિંધવ, સામંત વીરાભાઇ ગમારા અને બાલા ઉર્ફે લાલજી ઉકાભાઇ રાતડીયાનો સમાવેશ થાય છે. પોલીસે પટમાંથી રોકડ રૂપિયા 42, 500 કબજે કર્યા હતા.
ગોંડલ તાલુકા પોલીસ મથકના સ્ટાફે વાછરા ગામે નદી કાંઠે પીરની દરગાહ પાસે બાવળના ઝાડ નીચે જુગાર રમતા છ શખસોને ઝડપી લીધા હતા. જેમાં જેન્તી ગેલાભાઈ મકવાણા, પ્રકાશ પ્રવીણભાઈ મકવાણા, રાજેશ મનજીભાઈ સોલંકી, વિક્રમભાઈ
ઘુસાભાઈ ગમારા, મહેશ ગેલાભાઈ મકવાણા અને અલ્પેશ લક્ષ્મણભાઈ મકવાણાનો સમાવેશ થાય છે. પોલીસે પટમાંથી રોકડ રૂપિયા 11,080 કબજે કર્યા હતા. જસદણ પોલીસ મથકના સ્ટાફે અહીં સૈયદ ચોક પાસે રહેતા શબ્બીર સૈયદભાઈ કથીરીના મકાનમાં દરોડો પાડી જુગાર રમતા શબ્બીર ઉપરાંત જુનેદ મજીદભાઈ સમા, મનસુર રહીમભાઈ પોપટિયા, ભાવેશ કરશનભાઈ બથવાર,નરેશ નથુભાઈ લુણી, મયુર રઘુભાઈ બાવળીયા, નીતિન નાથાભાઈ પરમાર, મહેશ વલકુભાઈ વાળા, કેવલ અરવિંદભાઈ ડાંગર અને કિશન ભીખુભાઈ કારોતરા સહિત 10 શખસોને ઝડપી લીધા હતા. પોલીસે પટમાંથી રોકડ રૂપિયા 27,200 કબજે કર્યા હતા. જસદણ પોલીસે અન્ય એક દરોડામાં અહીં લીલાપુર વીંછિયા રોડ પર જાગનાથ પ્લોટ વિસ્તારમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા મુકેશ વલ્લભભાઈ ડોબરીયા, અક્ષય શંભુભાઈ રામાણી, પ્રિન્સ નિલેશભાઈ ડોબરીયા,અમિત ઉર્ફે પિન્ટુ ખીમજીભાઇ રામાણી, અંકિત બટુકભાઈ હિરપરા, સંજય પ્રવીણભાઈ રામાણી, કમલેશે મનોજ અરવિંદભાઈ રામાણી અને મહેશ દેવરાજભાઈ કાકડીયા સહિત આઠ શખસોને ઝડપી લીધા હતા. પોલીસે પટમાંથી રોકડ રૂપિયા 25,700 કબજે કર્યા હતા.
વીંછિયા પોલીસે અહીંના દડલી ગામે પાણીના ટાંકા પાસે જયંતીભાઈ હાંડાના મકાનની બાજુમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમી રહેલા 10 શખસોને ઝડપી લીધા હતા. જેમાં અશ્વિન રાયાભાઈ હાંડા, ધનજી કડવાભાઈ ધોરીયા, હરેશ રામજીભાઈ સીદાણી, મહેશ હરિભાઈ ઓળકીયા, વિજય મગનભાઈ હંડા, ભરત છગનભાઈ હાંડા, વિજય હીરાભાઈ હાંડા,વિશાલ રામજીભાઈ મેટાળીયા અને રતિલાલ રૂડાભાઈ હાંડાનો સમાવેશ થાય છે. પોલીસે પટમાંથી રોકડ રૂપિયા 19,690 કબજે કર્યા હતા.
ગોંડલ તાલુકા પોલીસ મથકના સ્ટાફે ગુંદાળા ગામમાં ખોડીયાર મંદિરવાળી શેરીમાં મંજુલાબેન સરવૈયાના મકાનમાં ચાલી રહેલા જુગારધામ પર દરોડો પાડી અહીં જુગાર રમતા આઠ શખસોને ઝડપી લીધા હતા. જેમાં મહેશ પ્રાગજીભાઈ ગણોદિયા, શૈલેષ કાનજીભાઈ કુમારખાણીયા, પ્રવીણ બીજલભાઇ મકવાણા, કિરીટ રણછોડભાઈ પરમાર, અર્જુન પ્રવીણભાઈ રૈયાણી, ચેતન કાનજીભાઈ પરમાર,રાજેશ ઉર્ફે રાહુલ પ્રતાપભાઈ સાકરીયા અને રોહિત ગોવર્ધનભાઈ ચૌહાણનો સમાવેશ થાય છે. પોલીસે પટમાંથી રોકડ રૂપિયા 62,730 કબજે કર્યા હતા. આરોપી મહેશ મંજુલાબેનનો ભત્રીજો થતો હોય તે અહીં ફઇના મકાનમાં જુગારો રમાડતો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમરેલી જિલ્લામાં ભારે વરસાદ વચ્ચે બચાવ કામગીરી: 24 નાગરિકોને રેસ્ક્યુ કરાયા...જુઓ વીડિયો
June 16, 2025 11:15 PMગુજરાતમાં મેઘતાંડવ: સૌરાષ્ટ્રમાં જળબંબાકાર, 10 જિલ્લામાં રેડ એલર્ટ, અમદાવાદમાં પણ ધોધમાર
June 16, 2025 09:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech