BREAKING NEWS

મહાત્મા ગાંધી મ્યુઝિયમ ખાતે સાંજે ગાંધી ધૂન, લાઇટ એન્ડ સાઉન્ડ શો

  • October 02, 2025 02:41 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



રાજકોટ મહાપાલિકા અને ગુજરાત પ્રવાસન નિગમ લિ.ના સંયુક્ત ઉપક્રમે આજે ગાંધી જયંતિ નિમિતે ૧૨ વર્ષની વય સુધીના બાળકોને મ્યુઝિયમમાં નિઃશુલ્ક પ્રવેશ અપાશે. ગાંધી જયંતિએ સાંજે ૫:૪૫ કલાકે મ્યુઝિયમ ખાતે ગાંધી ધૂનનો કાર્યક્રમ યોજાશે. આ ગાંધી ધૂન મ્યુઝીકલ ઇવેન્ટમાં સુપ્રસિદ્ધ કલાકાર સાંઈરામ દવે અને તેની ટીમ ગીત સંગીતથી તરબોળ કરશે.

વિશેષમાં મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનિષભાઈ રાડીયા, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળાએ શહેરીજનોને મહાત્મા ગાંધી મ્યુઝિયમની મુલાકાત લેવા અનુરોધ કરતા જણાવ્યું હતું કે ગાંધી ધૂન કાર્યક્રમમાં વિવિધ કેટેગરી જેવી કે, લોક સાહિત્ય, સાહિત્ય, સેવા, નાટ્ય, સંગીત, નારી રત્ન, ઉદ્યોગ, સહકાર જેવી કેટેગરીમાં વિશિષ્ટ સેવાકીય કામગીરી કરનાર મહાનુભાવોને શિલ્ડ અર્પણ કરી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સન્માન કરવામાં આવશે.

ઉપરોક્ત કાર્યક્રમમાં સાંસદ રામભાઇ મોકરીયાના હસ્તે દિપ પ્રાગટ્ય કરી સંગીત કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, સાસંદ પરસોતમભાઇ રૂપાલા, મેયર નયનાબેન પેઢડીયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ ડૉ.માધવ દવે, ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, ડૉ.દર્શિતા શાહ, રમેશભાઈ ટીલાળા, ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડૉ.ભરતભાઈ બોઘરા, ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી બીનાબેન આચાર્ય, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, ગુજરાત પ્રવાસન નિગમના કમિશનર અને મેનેજિંગ ડીરેક્ટર પ્રભવ જોશી, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનિષભાઈ રાડીયા, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી વિરેન્દ્રસિંહ ઝાલા, અશ્વિનભાઈ મોલિયા, રાજકોટ મહાનગરપાલિકાના કોર્પોરેટરો, અધિકારી-કર્મચારીઓ તથા બહોળી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application