કોટડાસાંગાણીમાં ગોંડલ રોડ પુલમાં ગાબડું, તમામ રસ્તા બિસમાર હાલતમાં

  • May 30, 2025 11:16 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


કોટડાસાંગાણીમાં ગોંડલ રોડ અને ગોંડલી નદી ઉપરનો પૂલ ઉપર ગાબડું પડતાં વાહન ચાલકોને અતિ મુશ્કેલીનો સામનો વેઠવો પડે છે.
આ પૂલ ગુદત્ત મંદિર પાસે આવેલ છે, પૂલ ઉપર ગાબડું પડતાં વાહન ચાલકોને અતિ મુશ્કેલીનો સામનો કરવો પડે છે યારે વરસાદ પડે છે ત્યારે આ પૂલ ઉપર પાણી ભરાય છે અને વાહનચાલકોને અતિ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ પૂલ ઉપરથી ગોંડલ અને રામોદ જવા હજારો વાહનો રોજે રોજ અવરજવર કરતાં હોયછે અને આ પૂલ ઉપરથી અધિકારીઓ રોજે રોજ અવરજવર કરતાં હોય છે પણ કોઈનાં પેટમાં પાણી હલતું નથી. પ્રજાના રક્ષણની જવાબદારી કોઈ લેશે ? શું આ પૂલ ઉપર કોઈ અકસ્માત સર્જાય તેની તત્રં વાટ જોઈ રહ્યું છે ? ધણા સમયથી ખાડાઓ પડેલ છે, આ પૂલ રાજાશાહી વખતનો બનેલ છે આ પૂલની રલિંગ પણ ખુલી છે, પણ તત્રં શેની વાટ જોઈ રહ્યું છે ?
આ રોડ ઉપરથી તંત્રના અધિકારીઓ રોજે રોજ અવરજવર કરતાં હોય છે પણ આ પૂલની કયારે મરામત કરવામાં આવશે ? ુ તંત્રને આ પૂલ નજરમાં આવતો નથી, તેવું લાગી રહ્યું છે. કોટડાસાંગાણીની કમનસીબી હોય તેવું લાગી રહ્યું છે. આ તાલુકાનું મથક છે. આ તાલુકો ૪૨ ગામનો છે, છતાં પણ સુવિધાઓથી વંચિત હોય તેવું લાગી રહ્યું છે.
કોટડાસાંગાણીમાં બસ સ્ટેન્ડથી ગોડલી નદીના પૂલ સુધીનો રોડ અતી બિશમાર હાલમાં આ રોડ ઉપરથી રોજે રોજ હજારોની સંખ્યામાં વાહનો અવરજવર કરતાં હોયછે આ રોડ પર ધણા લાંબા સમયથી ખાડાઓ પડેલ છે અને આ ટ્રાફિકમાં ઇમર્જન્સી કે ૧૦૮ એમ્બ્યુલસ દ્રારા લઈ જવામાં આવે છે અને આ રોડ ઉપર ટ્રાફિકની સમસ્યામાં મુશ્કેલી પડે છે આરોડ ઉપર ટ્રાફિકની સમસ્યા પણ રહે છે વાહન ચાલકોને ટ્રાફિક માથાના દુખા સમાન બની રહેછે ધણા લાંબા સમયથી બાયપાસ રોડ મંજૂર કરવામાં આવેલ છે પણ હજુ બાયપાસનુ કામ ચાલુ કરવામાં આવેલ નથી જે બાયપાસ રોડ ચાલુ કરવામાં આવે તો ટ્રાફિક સમસ્યા દૂર થઈ શકે પણ બાયપાસ કયારે ચાલુ કરવામાં આવશે અને કીયારેય ટ્રાફિકની સમસ્યા દૂર થશે તે પણ ચર્ચાનો વિષય બનેલ. કોટડાસાંગાણીમાં મામલતદાર કચેરી અને તાલુકા પંચાયત કચેરી સુધીનો રોડ અતી બિસ્માર હાલતમાં આ રોડ ઉપર મોટા મોટા ખાડાઓ ઉપરથી વાહનો અને રોજ અરજદારો મોટી સંખ્યામાં આવતા જતા હોય છે લોકોને અને વાહન ચાલકોને પોતાના કામ ઉપર જવાનું હોય છે
આ રોડ ઉપર હતી મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને અધિકારીઓ આ રોડ ઉપર અવરજવર કરતા હોય છે છતાં પણ તંત્રને કોઇ પણ જાતનો પેટમાં પાણી હલતું નથી તંત્રની ખુલ્લ ી બેદરકારી સામે આવી રહી છે તે આ રોડ બિસ્માર હાલતમાં હોવાથી અનેક અધિકારીઓને અને અરજદારોને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે

કોટડાસાંગાણી તા.પ. કચેરીના નવી બિલ્ડિંગનું કામ ઘણા સમયથી અધુરું
કોટડાસાંગાણી: ઘણા લાંબા સમયથી તાલુકા પંચાયત કચેરી નવી બિલ્ડીંગનું કામ બધં હોવાથી તે પ્લાસ્ટર તેમજ ફર્નિચરનું કામ ઘણું બધું બાકી રહે છે. જેથી કરીને તાત્કાલિક તાલુકા પંચાયતની નવી બિલ્ડીંગનું કામ ચાલુ કરવામાં આવે તેવી લોકમાગણી કરવામાં આવી છે. ધણા લાંબા સમય પહેલા આ તાલુકા પંચાયત કચેરીનું કામગીરી કરવામાં આવી હતી તે ગોકળ ગાયની ગતીની જેમ કામ ચાલી રહ્યું છે. ઘણા લાંબા સમયથી કામ બધં હોવાથી તે તાલુકા પંચાયત નવી બિલ્ડીંગની લોકાર્પણ કયારે કરવામાં આવશે ? તેવો લોકોને પ્રશ્ન થઈ રહ્યો છે. આ તાલુકા પંચાયતની બિલ્ડીંગ પિયા બે કરોડને ચાલીસ લાખ પિયાના ખર્ચે બનાવવામાં આવી રહ્યું છે પરંતુ હાલમાં કામગીરી બધં હોવાથી કામ તાત્કાલિક ચાલુ કરવામાં આવે તેવી લોકમાંગણી કરવામાં આવી રહી છે. આ બિલ્ડિંગનું કામ અધુરું હોવાથી તેમાં પ્લાસ્ટરનું કામ અને ફર્નિચરનું કામ કરવાનું બાકી છે તો આ તાલુકા મથકે તાલુકા પંચાયતની નવી બિલ્ડીંગનું કામ પૂર્ણ કરવામાં આવે અને લોકાર્પણ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી રહી છે.

કોટડાસાંગાણીથી રીબડા સુધીનો રોડ અતિ બિસમાર હાલતમાં
કોટડાસાંગાણી: કોટડાસાંગાણીથી રીબડા સુધીનો રોડ અતી બિસ્માર હાલતમાં છે. વાહનચાલકોને પોતાના જીવ જોખમમાં મૂકી વાહન ચલાવવું પડે છે. આ રોડ ધણા લાંબા સમયથી ખાડાઓ પડેલ હોય તેની ઉપરથી વાહનો પોતાનો જાનનો જોખમ લઈને ચલાવવું પડે છે. આ રોડ ઉપરથી લોકો શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીઝ અને રાજકોટ રોજે રોજ અપડાઉન કરતા હોય છે, આ રોડ ઉપર સતત ટ્રાફિક રહે છે. આ રોડની અનેક વખતે રજૂઆતો કરવામાં આવી છે પણ તત્રં દ્રારા આ રોડ કયારે નવો બનાવવામાં આવશે તેની લોકો વાટ જોઈને બેઠા છે.


કોટડાસાંગાણીનું નવું બસ સ્ટેન્ડ શોભાના ગાંઠિયા જેવું
આ તાલુકાને હરહંમેશ અન્યાય કરવામાં આવી રહ્યું છે આ તાલુકામાં એક કરોડના ખર્ચે એસટી બસ સ્ટેન્ડ બનાવવામાં આવેલ છે તે સોભાના ગાંઠિયા સમાન હોય છે જેમાં એસટી સુવિધામા ભારે મુશ્કેલ ધણી બધી એસટી બસની સુવિધા બધં કરી દેવામાં આવી છે આ અંગે અવારનવાર રજૂઆતો કરવામાં આવેલ છે પણ કોઈ તત્રં દ્રારા ઉકેલ આવતો નથી પણ આ તાલુકાની તત્રં દ્રારા મશ્કરી કરતાં હોય તેવું લાગી રહ્યું છે

કોટડાસાંગાણી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં તબીબો સહિતની અનેક જગ્યાઓ ખાલી
કોટડાસાંગાણી: કોટડાસાંગાણીમાં સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં તબીબો સહિતની અનેક જગ્યાઓ ખાલી છે. જેમાં એમબીબીએસ ડોકટર, ફાર્મસીસ્ટ, ચોકીદારની જગ્યા પણ લાંબા સમયથી ખાલી હોય લોકો સુવિધાથી વંચિત રહે છે. આ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં રોજના ઓપીડી ૩૦૦ કેસ હોય છે. ડિલીવરી માટે મહિલા ડોકટરની જગ્યા ખાલી હોવાથી પ્રસુતાને ડીલીવરી માટે ગોંડલ રાજકોટ જવું પડે છે. આરોગ્ય કેન્દ્રના આવા બધા પ્રશ્નો કયારે ઉકેલાશે. તેમજ બાળકોના ડોકટરની જગ્યા પર ખાલી હોવાથી નાના એવા બાળકોને સારવાર લેવાનું હોય પણ ડોકટરના અભાવે ગોંડલ રાજકોટ લોકોને ભટકવું પડે છે અને ભારે મુશ્કેલી વેઠવી પડે છે

કોટડાસાંગાણીની વાછકપરી નદીના છ કરોડના નવે નવા પુલમાં ગાબડાં
કોટડાસાંગાણી: કોટડાસાંગાણીમાં વાછપરી નદી ઉપરનો નવો પૂલ બનાવવામાં આવેલ છે જેમાં પિયા ૬ કરોડના ખર્ચે પૂલ બનાવવામાં આવેલ તે પૂલ ઉપર ગાબડું પડતાં વાહનચાલકોને અતિ મુશ્કેલીનો સામનો વેઠવો પડે છે. આ પૂલ એક વર્ષ જેવો સમય પણ પૂં થયેલ નથી આ પૂલ નવો બનાવવામાં આવેલ ૬ કરોડના ખર્ચે તે ફલ ઉપર ગામડું જોવા મળી રહ્યું છે અને લોખંડના સળિયા પણ જોવા મળી રહ્યા છે આ તંત્રની પોલ ખુલે તેવું લાગી રહ્યું છે શું એક વર્ષમાં છ કરોડના ખર્ચે પૂલ બનાવવામાં આવેલ નવો જેમાં ગાબડા જોવા મળી રહ્યા છે આ તંત્રની ઘોર બેદરકારી સામે આવી રહી છે.

કોટડાસાંગાણી ગામના તમામ રોડ રસ્તા અતિ બિસમાર હાલતમાં
કોટડાસાંગાણી શહેરમાં રોડ રસ્તા અતિ અતિ બિસ્માર હાલતમાં છે. આ રસ્તાઓની મરામત કયારે કરવામાં આવશે અને લોકોની મુશ્કેલીઓ કયારે દૂર થશે. લોકો અનેક સુવિધાની વરસાદની જેમ વાટ જોઈ રહ્યા છે, આજે થશે કાલે થશે પણ હજુ સુધી કામ કરવામાં આવતું નથી અને કરોડો પિયાની ગ્રાન્ટો આવે છે છતાં પણ વિકાસના કામ કરવામાં આવતા નથી. કોટડા સાંગાણી શહેર તાલુકા મથકનું ગામ હોવા છતાં અન્યાય કરવામા આવી કહ્યું છે સુવિધાથી લોકો વંચિત તત્રં દ્રારા તાલુકાની મશ્કરી કરવામાં આવી રહી છે તેવું લાગી રહ્યું છે સુવિધાથી લોકો ઘણા લાંબા સમયથી વંચિત હોય છે અને કયારે સુવિધા સારી મળી શકશે તે લોકો વાટ જોઈને બેઠા છે.
કોટડાસાંગાણી સરદાર ચોકથી ગોકુળ ચોક સુધી રોડ અતિ બીમાર હાલતમાં આ રોડ ઉપરથી રોજે રોજ સરધાર તરફ અને આજુબાજુના ગામડાના વાહન ચાલકો મોટી સંખ્યામાં વાહનોની અવર–જવર રહે છે. આ રોડ ઉપર મોટા મોટા ખાડાઓ ઉપરથી વાહનો ચલાવવામાં મુશ્કેલી સામનો કરવો પડે છે અને અકસ્માતનો પણ ભય રહે છે. તત્રં શું અકસ્માતની વાટ જોઈ રહ્યું છે, તત્રં કયારે જાગશે ? અને કીયારે રોડ રસ્તાની મરામત કરવામાં આવશે તેવી પણ લોક માગણી કરવામાં આવી રહી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application