પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર તા. રર-૧૧-ર૦રપ ના જામનગર આવી રહ્યા છે. તેઓ અહિંના રેલવે સ્ટેશનમાં ઈન્સ્પેક્શન કરનાર છે.
પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર વિવેક કુમાર ગુપ્તા આજ તા. ર૦ ના મુંબઈ (બાન્દ્રા) થી રવાના થતી હમસફર ટ્રેન મારફત રવાના થશે અને માર્ગમાં વિન્ડો ઈન્સ્પેક્શન કરશે, અને અમદાવાદમાં રોકાણ કરશે, અને અમદાવાદથી સૌરાષ્ટ્ર જનતા ટ્રેન મારફત રાજકોટ આવશે, અને ત્યાંથી તા. રર ના જામનગર આવશે અને તા. રર ના રાત્રે બિલાસપર ટ્રેન મારફત અમદાવાદ અને ત્યાંથી મુંબઈ જવા રવાના થશે. જો કે, વેસ્ટર્ન રેલવેના જનરલ મેનેજર સમયાંતરે રેલવેના ઈન્સ્પેકશન માટે આવતા રહે છે, પરંતુ તેઓનો કાર્યક્રમ ફક્ત રેલવે પરનો સિમીત રાખવામાં આવ્યો છે, પણ અખબાર મારફત યાદી પ્રસિદ્ધ કરી મીડિયા કે જાણકાર મુસાફરો સાથે મુલાકાત કરવાની તસ્દી લેવામાં આવતી નથી.