BREAKING NEWS

દિલ્હીમાં મોડી રાત્રે સ્ટાફ પાર્ટી બાદ કાફેમાં યુવતી પર સામૂહિક દુષ્કર્મ

  • November 25, 2026 12:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


દિલ્હીના પૂર્વ વિસ્તારમાં આવેલા પ્રીત વિહારના એક કેફેમાં 22 વર્ષીય યુવતી પર સામૂહિક દુષ્કર્મ થયાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. યુવતીએ તેના બે સહકર્મીઓ પર દુષ્કર્મનો આરોપ લગાવ્યો છે. આ મામલે પોલીસે એક મહિલા સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે અન્ય ત્રણ આરોપીઓ ફરાર હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ દ્વારા ફરાર આરોપીઓને શોધવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


અહેવાલ મુજબ, ફરિયાદી યુવતી અને તમામ છ આરોપીઓ કરકરડૂમા વિસ્તારના એક મોલમાં આવેલા કેફેમાં કામ કરતા હતા. સોમવારે રાત્રે તમામ કર્મચારીઓ કેફેમાં પાર્ટી કરવા માટે ભેગા થયા હતા. કેફે રાત્રે આશરે 11:30 વાગ્યે બંધ થઈ ગયું હતું. જોકે, કેફેની ચાવીની પહોંચ ધરાવતા એક કર્મચારીએ કથિત રીતે ફરીથી કેફે ખોલ્યું હતું. ત્યારબાદ તમામે ત્યાં જ પાર્ટી શરૂ કરી હતી.


પાર્ટી દરમિયાન હાજર લોકોએ દારૂ પીધો હતો અને ઘણા કલાકો સુધી કેફેમાં રોકાયા હતા. વહેલી સવારે આશરે 3:30 વાગ્યે તમામ લોકો ત્યાંથી નીકળ્યા હતા.


ત્યારબાદ યુવતીએ પોલીસનો સંપર્ક કરીને ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં તેણે આક્ષેપ કર્યો હતો કે પાર્ટી દરમિયાન તેના બે પુરુષ સહકર્મીઓએ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ ઉપરાંત, ઘટનાસ્થળે હાજર અન્ય સહકર્મીઓએ પણ કથિત ગુનામાં સાથ આપ્યો હોવાનો આરોપ યુવતીએ લગાવ્યો હતો.


યુવતીની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. પ્રાથમિક કાર્યવાહી દરમિયાન એક મહિલા સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે અન્ય ત્રણ આરોપીઓ હજુ પોલીસ પકડથી દૂર છે. પોલીસ તેમની શોધખોળ કરી રહી છે. ઘટનાને પગલે કેફેમાં કર્મચારીઓની સુરક્ષા અને કાર્યસ્થળ પર મહિલાઓની સલામતી અંગે ફરી સવાલો ઊભા થયા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application