જામનગરમાં શાહરૂખ ખાનની કિંગ ફિલ્મને લઇને હિન્દુ સેનાનો વિરોધ
સનાતન ધર્મને બદનામ કરતી ફિલ્મ લઇને દાઉદ ગેંગ સામે લાલ આંખ: કેસરી રંગને વારંવાર કરાયો અપમાનિત
આગામી મહિનામાં ફરી એક વિવાદિત ફિલ્મ દીપિકાના ભગવા ડ્રેસ પર ફરી વિવાદ સર્જાયો છે. હિન્દુ સંસ્કૃતિ અને ધર્મનું અપમાન કરનાર આવા ફિલ્મ કલાકારોને હવે હિન્દુ સેના વખોડી રહી છે જે કોઈ કેસરી નું અપમાન કરે છે, તે બચી શકશે નહીં અગાઉ દીપિકા અને શાહરૂખની ફિલ્મમાં કેસરી રંગ પર વિવાદ થયો હતો અને આ વખતે પણ રંગ ધર્મને ઓળખે છે. હિન્દુઓ, શીખો અને સંતો પણ ભગવા ડ્રેસ પહેરે છે, પરંતુ ફક્ત થોડા જ લોકોને વાંધો છે.
આગામી ૨, નવેમ્બરના રોજ શાહરુખ ખાનની આગામી ફિલ્મ કિંગ નું ગીત તુ મિલ જાયે રિલીઝ થયું ગીતના એક ભાગમાં દીપીકા પાદુકોણમાં નારંગી ડ્રેસમાં નૃત્ય કરતી જોવા મળે છે જેનો ભાજપના ધારાસભ્ય અને અયોધ્યાના મહંતે વાંધો લીધો છે અને હાલમાં ગુજરાત હિન્દુ સેનાએ પણ કેસરી રંગને બદનામ કરવાના ષડયંત્ર રચનારાઓને જાકારો આપવા પ્રજાને અપીલ કરી છે.
હિન્દુ સેના કહે છે કેસરી રંગ છે એ ભગવાનનું પ્રતીક છે, બલિદાનનું પ્રતિક, ક્રાંતિકારીઓનું અને બહાદુરીનું પ્રતીક છે તેમજ ત્યાગ અને સમર્પણ અને ભક્તિનું પ્રતીક છે. સનાતન ધર્મને તોડવા શાહરુખ ખાન જેવા બોલીવુડના હીરો અથાગ પ્રયત્નો કરી રહ્યા છે. ખરેખર ધૂરંધર એક અને બે તેમજ રામાયણ ફિલ્મો સુપરહિટ જતાં બોલીવુડના ઇન્વેસ્ટર દાઉદ ઈબ્રાહીમના પેટમાં તેલ રેડાયું છે, જેથી આપણી સનાતન સંસ્કૃતિને અપમાનિત કરવા વારંવાર ભારતીય સંસ્કૃતિનું અપમાન, ભારતીય તિરંગા નું અપમાન, કેસરી રંગનું અપમાન આ બધું હવે સહી લેવામાં નહીં આવે તેથી ફિલ્મમાં ભગવા પહેરેલા અશ્લીલ દ્રશ્યો કાપી નાખવો જોઈએ અને આ વ્યક્તિઓ સામે પગલાં લેવા જોઈએ. ડી ગેંગના ઈશારે આવા કૃત્યો કરનાર સામે હિન્દુ સેનાના એડવોકેટ પ્રતિક ભટ્ટ દ્વારા ભારત સરકાર પાસે સખ્ત સજાની માંગણી કરાઇ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application