જૂનાગઢ જિલ્લ ા કલેક્ટર યોગેશ ચૌધરીએ પત્રકારોને જણાવ્યું હતું કે, ગિરનાર લીલી પરિક્રમાનો સમગ્ર માર્ગ વન્યજીવ અભયારણ્ય વિસ્તારમાં આવે છે. આ વર્ષે તા.20 નવેમ્બરની મધ્યરાત્રિએ જ પ્રારંભ થશે. ભાવિકોએ નિર્ધિરિત સમય કરતાં વહેલા પહોંચવું નહીં. વહેલા પહોંચવાથી પ્રવેશદ્વાર પર ભીડ થવાની અને અન્ય શ્રદ્ધાળુઓને અગવડતા પડવાની શક્યતા છે. તેથી ભાવિકોએ સમયસર પહોંચવા અનુરોધ કર્યો હતો. પરિક્રમાના છેલ્લ ા દિવસે સવારે સાત વાગ્યા સુધી પ્રવેશ આપવામાં આવશે. આ સમયમયર્દિામાં પ્રવેશ મેળવનારા ભાવિકોએ તે જ દિવસે સાંજ સુધીમાં પરિક્રમા પૂર્ણ કરીને બહાર આવી જવાનું રહેશે.
આ વર્ષે ઓછા વરસાદના કારણે ગિરનાર વિસ્તારમાં પાણીની અછતની સ્થિતિ છે. તેમ છતાં ભાવિકોને પીવાના પાણીની મુશ્કેલી ન પડે તે માટે પૂરતા પ્રમાણમાં બોરની વ્યવસ્થા કરવામાં આવી છે. ગત વર્ષે પાંચ હજાર લીટરની ક્ષમતાના 29 ટેન્ક વિવિધ સ્થળોએ મૂકવામાં આવ્યા હતા. તેની સામે આ વર્ષે અત્યાર સુધીમાં 51 ટેન્ક મૂકવામાં આવ્યા છે.
આ ઉપરાંત માળવેલા અને નળપાણીની ઘોડી પર પણ પાણી પહોંચાડવામાં આવ્યું છે, જેથી ઉપરના વિસ્તારોમાં પણ ભાવિકોને પીવાનું પાણી ઉપલબ્ધ થઈ છે. પરિક્રમા દરમ્યાન પોલીસ તથા વન બંને વિભાગના અંદાજે 2,500 કર્મચારીઓ ભવનાથ અને પરિક્રમાના ટ પર તૈનાત રહેશે. આ ઉપરાંત એસડીઆરએફની બે વધારાની ટુકડીઓ ફાળવવામાં આવી છે, જેમાંથી એક ટુકડી આવી ચૂકી છે અને બીજી ટુકડી બે દિવસમાં પહોંચશે. વન વિભાગ અને પોલીસ દ્વારા વિસ્તારમાં આશરે 17 સ્ટેટિક લોકેશન પણ તૈયાર કરવામાં આવ્યાં છે, જ્યાં સ્ટાફ તૈનાત રહેશે. અન્નક્ષેત્રો માટે પણ પાસની વ્યવસ્થા કરવામાં આવી છે. અન્નક્ષેત્ર સંચાલકો રાત્રે 11થી સવારે 11 વાગ્યા સુધીના સમયગાળામાં દુકાનો ખુલ્લ ી હોય ત્યારે જરૂરી સામગ્રી લાવી શકશે.
ગિરનાર અભયારણ્ય વિસ્તારમાં પ્લાસ્ટિક લઈ જવા પર સંપૂર્ણ પ્રતિબંધ છે. પ્રવેશદ્વારો પર ચકાસણી ઉપરાંત પોલીસ અને વન વિભાગ દ્વારા અલગ-અલગ સ્થળોએ તપાસ કરવામાં આવશે. 10 જેટલી એન્ટી પ્લાસ્ટિક સ્ક્વોડ પણ બનાવવામાં
આવી છે.