ગોંડલ માં ગઇકાલે દે ધનાધન ચાર ઇંચ વરસાદ:રાજમાર્ગો પર પાણી ભરાયા
ગોંડલ માં ગઇકાલે દે ધનાધન ચાર ઇંચ વરસાદ:રાજમાર્ગો પર પાણી ભરાયા
September 15, 2026 10:11 AM
ગોંડલ માં સોમવાર સવારે હળવો વરસાદ વરસ્યા બાદ બપોર નાં સાંબેલાધારે મેઘવર્ષા થતા સાંજ સુધી માં ચાર ઇંચ વરસાદ વરસ્યો છે.વરસાદ ને કારણે કાશીવિશ્વનાથ રોડ પર આવેલા રાતાપુલ હેઠળ પાણી ભરાતા વાહનવ્યવહાર અટકી પડ્યો હતો.ઉમવાડા અંડરબ્રીજ માં પણ પાણી ભરાયા હતાં.ભારે વરસાદ ને કારણે રાજમાર્ગોપર ઠેરઠેર પાણી ભરાયા હતા.ગુંદાળા દરવાજા અને ગુંદાળા શેરી માં પાણી ભરાયા હતા.રાતાપુલ હેઠળ સ્કુલ બસ ફસાતા નગરપાલિકા ની ટીમ દોડી ગઈ હતી.અને બાળકોને બસ માંથી ઉતારી સલામત સ્થળે ખસેડ્યા હતા.ગોંડલ નાં ગ્રામ્ય વિસ્તાર માં પણ શ્રીકાર વરસાદ વરસતા ખેડૂતો માં હરખ ની હેલી ઉઠવા પામી હતી.વરસાદ ને કારણે મગફળી,કપાસ, સોયાબીન જેવા વાવેતર ને જીવતદાન મળ્યુ છે.