ચોરીના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, રાજકોટમાં 50 ફૂટ મેઇન રોડ પર ડી માર્ટ પાસે ક્રિસ્ટલ સિટી એ વીંગ 301 માં રહેતા વેપારી ભાવિનભાઈ રમેશભાઈ ચોવટીયા(ઉ.વ 36) દ્વારા કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓને રાજકોટ અમદાવાદ હાઈવે પર માલીયાસણ પાસે સાગર ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં ઓમ પાર્ટી પ્લોટ આવેલો છે તેમજ મોરબી રોડ પર વેલનાથપરામાં ભગવતી મંડપ સર્વિસ ચલાવી પરિવારનું ગુજરાત ચલાવે છે.
ગત તા. 6/3 ના લગ્નની સિઝન પૂર્ણ થતા અહીં ઓમ પાર્ટી પ્લોટ ખાતે લગ્ન ડેકોરેશનને લગતી ચીજ વસ્તુઓ જેમાં ખુરશી લાઈટ ટેબલ ગણતરી કરી પાર્ટી પ્લોટ ખાતે રાખી હતી. બાદમાં તા. 18/3 ના પાર્ટી પ્લોટમાં ચોકીદારી કરતા ભરતભાઈ કોળીનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, આપણા પાર્ટી પ્લોટમાંથી રિક્ષામાં તમે કોઈને સામાન ભરેલ હતો તેમ પૂછતા ફરિયાદીએ ના કહી હતી. બાદમાં ફરિયાદી અહીં પહોંચ્યા હતા અહીં જઈ જોતા મંડપ સર્વિસને લગતો સામાન ચેક કરતા મંડપના ટેબલ નંગ 65, પાર લાઈટ નંગ 11, પ્લાસ્ટિકની ખુરશી નંગ 20 જોવા મળી ન હતી જેની કિંમત રૂપિયા 1.60 લાખ થતી હોય જે અંગે આસપાસ તપાસ કરતા કયાંય સામાન મળી આવ્યો ન હતો જેથી આ અંગે કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
બીજી તરફ ક્રાઈમ બ્રાન્ચ પીઆઈ એમ.આર. ગોંડલીયા, એમ.એલ. ડામોર અને સી.એચ. જાદવના માર્ગદર્શન હેઠળ ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન એએસઆઈ સી.એમ ચાવડા, હેડ કોન્સ્ટેબલ કનકસિંહ સોલંકી અને ઉમેશભાઈ ચાવડાને મળેલી હકીકતના આધારે અહીં પાર્ટી પ્લોટમાંથી ચોરી કરનાર હરેશ વિનુભાઈ ચાવડા (ઉ.વ 30 રહે. હાલ રંગીલા સોસાયટી નવાગામ કુવાડવા રોડ, મૂળ કાબરણ તા. ચોટીલા) ને ઝડપી લીધો હતો. પોલીસે આ શખસ પાસેથી ચોરીનો તમામ મુદ્દામાલ કબજે કર્યો હતો.
પોલીસની પુછતાછમાં જાણવા મળ્યું હતું કે, આરોપી પાર્ટી પ્લોટમાં ઇવેન્ટમાં અને મંડપ સર્વિસમાં છુટક મજુરી કામ કરતો હોય જેથી તેને પાર્ટી પ્લોટમાં મંડપનો સામાન પડયો રહેતો હોવાની જાણ હતી.બાદમાં તેણે ભાડે રિક્ષા કરી અહીંથી સામાન ચોરી લીધો હતો.આર્થિક સંકડામણમાં હોવાથી તેણે આ ચોરી કરી હતી.પરંતુ ચોરીનો માલ વેચે તે પૂર્વે જ ક્રાઇમ બ્રાંચે આરોપીને ઝડપી લીધો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech