BREAKING NEWS

ગુજરાત ભાડા વિધેયક ૨૦૨૬ અટકાવી દેતી સરકાર; હાઈકોર્ટને એડવોકેટ જનરલ દ્વારા ખાતરી, જુના કાયદામાં સંશોધન અંગે મંગળવારે વકીલો સાથે મીટીંગ

  • October 05, 2026 06:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજ્યભરમાં વકીલોના ભારે વિરોધ અને હડતાળ વચ્ચે ગુજરાત ભાડા બિલ 2026 સંબંધિત વિવાદમાં મહત્ત્વના અહેવાલ સામે આવ્યા છે. ગુજરાત હાઇકોર્ટના એડવોકેટ જનરલે જણાવ્યું છે કે, 'સરકાર વકીલો સાથે મળીને તેની માંગણીઓ અંગે ફરી વિચારણા કરશે. હાલ પૂરતો સરકારે નવા નિયમ પર રોક લગાવી દીધી છે, જ્યારે રાજ્યપાલે પણ આ બિલ પર સહી કરવાનું મોકૂફ રાખ્યું છે. સરકારે ખાતરી આપી છે કે ત્યાં સુધી જૂનો કાયદો જ અમલમાં રહેશે.'

બાર કાઉન્સીલ ઓફ ગુજરાત સાથે ચર્ચા બાદ સરકારના નિર્ણય અંગે હાઈકોર્ટને એડવોકેટ જનરલ દ્વારા ખાતરી આપવામાં આવી છે, જુના કાયદામાં સંશોધન અંગે મંગળવારે સાંજે વકીલો સાથે મીટીંગ સરકાર કરશે.

છેલ્લા કેટલાક દિવસોથી સરકારે રજૂ કરેલા ‘ભાડા બિલ 2026’ની વિવાદાસ્પદ જોગવાઈઓને લઈને રાજ્યભરના 182 જેટલા વકીલ મંડળોમાં ભારે નારાજગી જોવા મળી રહી હતી. વિરોધના આહ્વાન પગલે આજે (પાંચમી ઑક્ટોબર) સવારે ગુજરાત હાઇકોર્ટ ઍડ્વૉકેટ્સ ઍસોસિયેશન પણ કોર્ટની કામકાજથી સંપૂર્ણપણે અળગું રહ્યું હતું, જેના કારણે હાઇકોર્ટ સહિત તમામ નીચલી કોર્ટમાં ન્યાયિક કામગીરી ખોરવાઈ ગઈ હતી.

હાઇકોર્ટમાં પરિસ્થિતિ અંગે વાત કરતાં એડવોકેટ જનરલે જણાવ્યું હતું કે, 'હાલના સમય કોર્ટ એક દિવસ પણ ના ચાલે તો સ્થિતિ ખરાબ છે. વકીલોની જે પણ માંગણીઓ અને રજૂઆતો છે, તેને સરકારે ગંભીરતાથી સાંભળીને સકારાત્મક નિરાકરણ લાવવાની સંપૂર્ણ ખાતરી આપી છે. આથી જ ભાડા કરાર સંબંધિત નવો નિર્ણય હાલ પૂરતો મોકૂફ રાખવામાં આવ્યો છે.'


વકીલોના ભારે વિરોધ અને હડતાળ વચ્ચે સરકારે નવા નિયમ પર લગાવી રોક

રાજ્યભરના વકીલોના ઉગ્ર વિરોધ અને હડતાળ વચ્ચે 'ગુજરાત ભાડા બિલ ૨૦૨૬' સંબંધિત વિવાદમાં એક મોટો અને મહત્ત્વનો અહેવાલ સામે આવ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી સરકારે રજૂ કરેલા આ નવા ભાડા બિલની વિવાદાસ્પદ જોગવાઈઓને લઈને રાજ્યભરના ૧૮૨ જેટલા વકીલ મંડળોમાં ભારે નારાજગી અને આક્રોશ જોવા મળી રહ્યો હતો. વકીલોના વિરોધના આહ્વાન પગલે પાંચમી ઑક્ટોબરના રોજ સવારે ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ્સ ઍસોસિયેશન પણ ન્યાયિક કામકાજથી સંપૂર્ણપણે અળગું રહ્યું હતું, જેના કારણે હાઇકોર્ટ સહિત રાજ્યની તમામ નીચલી કોર્ટોમાં પણ ન્યાયિક કામગીરી સંપૂર્ણપણે ઠપ થઈ ગઈ હતી.

કોર્ટોમાં સર્જાયેલી આ ગંભીર સ્થિતિ અંગે વાત કરતાં ગુજરાત હાઇકોર્ટના ઍડ્વૉકેટ જનરલે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, 'સરકાર વકીલો સાથે બેસીને તેમની તમામ માંગણીઓ અને રજૂઆતો અંગે ફરીથી ઊંડાણપૂર્વક વિચારણા કરશે.' તેમણે વધુમાં ઉમેર્યું હતું કે હાલની પરિસ્થિતિમાં કોર્ટ એક દિવસ પણ ન ચાલે તો સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ શકે છે. આ વાતને ધ્યાનમાં રાખીને સરકારે હાલ પૂરતા આ નવા નિયમ અને ભાડા કરાર સંબંધિત નવા નિર્ણય પર સંપૂર્ણ રોક લગાવી દીધી છે, જ્યારે રાજ્યપાલે પણ આ બિલ પર સહી કરવાનું મોકૂફ રાખ્યું છે.

સરકાર દ્વારા વકીલોને એ વાતની સ્પષ્ટ ખાતરી આપવામાં આવી છે કે જ્યાં સુધી સમગ્ર મામલે કોઈ નવો સર્વસંમત નિર્ણય નથી આવતો, ત્યાં સુધી રાજ્યમાં જૂનો કાયદો જ અમલમાં રહેશે. વકીલોની જે પણ વાજબી માંગણીઓ છે તેને સરકારે ગંભીરતાથી સાંભળીને તેનું સકારાત્મક નિરાકરણ લાવવાની ખાતરી આપી છે. વકીલોના ઉગ્ર વિરોધ અને એક દિવસીય હડતાલના દબાણને કારણે તંત્ર દ્વારા લેવાયેલા આ નિર્ણાયક પગલાથી હાલ પૂરતી રાહત મળી છે, અને આગામી સમયમાં આ મુદ્દે સરકાર અને વકીલ મંડળો વચ્ચે બેઠકોનો દોર શરૂ થવાની પૂરી સંભાવના છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News