BREAKING NEWS

કેસ પરત ખેંચી છૂટાછેડા આપ, નહીં તો જેલભેગા કરી દઇશું: સરકારી શિક્ષિકાને સાસરીયાનો ત્રાસ

  • August 18, 2026 04:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

માવતરના ઘરે રહેતી પરિણીતાએ લજાઈમાં રહેતા પતિ સહિત સાસરીયા સામે શારીરિક માનસિક ત્રાસ અને છેતરપિંડીની ફરીયાદ નોંધાવતા કેસ પરત ખેંચવા દબાણ કરી ત્રાસ આપતા હતા. પતિ કહે તો કે મારી બદલી કરાવવા તારી સાથે લગ્ન કર્યા છે તેમ કહી મારકૂટ કરતો હતો. પતિ,સાસુ, નણંદ, જેઠના ત્રાસથી પરિણીતાને પેનિક એટેક આવી જતા સારવાર કરવાની ના પાડી ગાળો ભાંડી માર મારતા મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

ભાવનગર રોડ,ન્યુ વિજયનગર સોસાયટીમાં રહેતા નયનાબેન મકવાણા(ઉં.વ.35)નામના સરકારી શિક્ષિકાએ મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે પતિ કૃણાલ હરખજીભાઈ મકવાણા, સાસુ ચંપા હરખજીભાઈ મકવાણા, જેઠ પંકજ મકવાણા, જેઠ ગોવિંદ મકવાણા, નણંદ મીના પ્રવીણભાઈ મકવાણા અને કૌટુંબિક કાકાજી કેશુ પ્રેમજીભાઈ મકવાણાનું નામ આપી જણાવ્યું હતું કે,તેમને વર્ષ ૨૦૨૩માં પતિ તથા સાસરિયાં સામે શારીરિક-માનસિક ત્રાસ અને છેતરપિંડીની ફરિયાદ કરી હતી. આ કેસ પરત ખેંચાવવાના હેતુથી 30 માર્ચ 2025ના રોજ પતિ તેને રાજકોટથી સાસરીમાં લઈ ગયો હતો. ત્યારબાદ કેસ પરત ખેંચવા અને છૂટાછેડા આપવા દબાણ શરૂ થયું હતું. સંતાન નહીં રાખવાની શરત પણ મુકાઈ હતી.


પતિએ અશ્લીલ ટિપ્પણીઓ કરી માનસિક તથા જાતીય ક્રૂરતા આચરી હતી. સાસરિયાના ત્રાસથી પરિણીતાની તબિયત ખરાબ થતી અને પેનિક એટેક આવતા જમીન પર પડી જતા પતિ પરણીતાનુ મો દબાવી દેતો હતો. આવી હાલતમાં પણ પતિ કહેતો હતો કે તુ આણામાં ફર્નિચર કે બેડ આવેલ નથી. સાસુ સસરા જેઠ અને નણંદ બધા પરિણીતા પર ખોટી ફરિયાદ કરેલા નું ખોટું નિવેદન આપી કેસ પરત ખેંચી લે અને કૃણાલ ને છૂટાછેડા આપી દે નહીં તો તારી અને તારા પિયર ઉપર ખોટા કેસ કરે જેલ ભેગા કરી દેવાની ધમકી આપી હતી. તારી નોકરીમાં ઓછો પગાર છે તેમ કહી નોકરીને ધુતકરતા હતા. કૃણાલ ને કેન્દ્ર સરકારની વધુ પગારવાળી છોકરી સાથે બીજાના લગ્ન કરાવવા હોય તેમ કહી જેઠ પંકજ વારંવાર મારી નાખવાની ધમકી આપતો હતો. નણંદ અપશબ્દો કહીએ અપમાનિત કરતી હતી. સાસુ કહેતી હતી કે મારા છોકરાની બદલી કરાવી હતી એટલે અમે અત્યારે તને ખોટું કહેલ કે રાજકોટમાં ઘરનું મકાન લઈ પતિ પત્નીને સાથે રહેવાનું છે હવે તું મારા દીકરાને અમારી શરતો મુજબ છુટાછેડા આપી દે તેમ કહેતા પરિણીતાને પેનીક અટેક આવી જતા તેને હોસ્પિટલ લઈ જવાના બદલે આવી હાલતમાં એકલી મૂકી ગામમાં ફરવા જતા રહ્યા હતા. પતિ કહે તો કે મારે રાજકોટમાં જ રહેવું છે એટલે મેં મારી બદલી રદ કરાવી નાખે છે ખરાબ ઈશારો કરી અપમાનિત કરેલ હતી. પરિણીતા મોબાઇલમાં રેકોર્ડિંગ કરતી હોવાથી પતિએ મોબાઇલ ઝૂંટવી હાથ મચકોડી જમીન પર પછાડી માર માર્યો અને મોબાઇલ તોડી નાખ્યો હતો. સાસરીયા પક્ષ પતિને પરિણીતા વિરુદ્ધ ખોટી સુસાઇડ નોટ લખવા ચડાવતા હતા.3 ઓક્ટોબર 2025ના રોજ જેઠના લગ્નમાં લજાઈ ગામે ગયેલી પરિણીતાને પતિ સહિતના સાસરિયાંએ ઘરમાંથી કાઢી મૂકવા ધમકાવી અને ચારિત્ર્ય અંગે અપમાનજનક વાતો કરી હતી. પોલીસ પહોંચતાં સાસુ અને પરિણીતાને ટંકારા પોલીસ સ્ટેશન લઈ જવાયા હતા. ત્યાં પેનિક એટેક આવતા તેમને મોરબી સિવિલ હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી. બાદમાં સખી વન સ્ટોપ સેન્ટરમાં પણ રાખવામાં આવ્યા હતા. પતિ અને સાસરીવાળાઓનો હેતુ અગાઉના કેસો પરત ખેંચાવી છૂટાછેડા લેવા દબાણ કરવાનો હતો. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application