ખેડૂતો તા.૫ માર્ચ સુધી ગ્રામ્ય કક્ષાએ ઇ-ગ્રામ કેન્દ્રો ખાતે VCE મારફતે નોંધણી કરાવી શકશે
ચણા માટે પ્રતિ ક્વિન્ટલ રૂ. ૫,૮૭૫ અને રાયડા માટે પ્રતિ ક્વિન્ટલ રૂ. ૬,૨૦૦ ટેકાનો ભાવ જાહેર
જામનગર તા.૨૩ ફેબ્રુઆરી, ભારત સરકાર દ્વારા રવિ સિઝન વર્ષ ૨૦૨૫-૨૬ માટે ખેડૂતો પાસેથી ટેકાના ભાવે પાકની ખરીદી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત ચણા માટે પ્રતિ ક્વિન્ટલ રૂ.૫૮૭૫ અને રાયડા માટે પ્રતિ ક્વિન્ટલ રૂ. ૬૨૦૦ ટેકાનો ભાવ જાહેર કરવામાં આવ્યો છે. ખેડૂતોને તેમના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.
જામનગર જિલ્લાના જે ખેડૂતો ચણા અને રાયડાનું ટેકાના ભાવે વેચાણ કરવા માંગતા હોય તેઓ તા.૫ માર્ચ સુધી ગ્રામ્ય કક્ષાએ ઈ-ગ્રામ કેન્દ્રો ખાતેથી VCE મારફતે નોંધણી કરાવી શકશે. તેમ જિલ્લા ખેતીવાડી અધિકારી જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.