રાજયપાલે સામાન્ય લોકો સાથે એસટીની લોકલ બસમાં મુસાફરી કરી

  • May 26, 2025 10:54 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજયપાલ આચાર્ય દેવવ્રતજી કાલે આણદં કૃષિ યુનિવર્સિટીમાં આત્મા પ્રોજેકટ અને આણદં કૃષિ યુનિવર્સિટીના સંયુકત ઉપક્રમે યોજાયેલા પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં ભાગ લેવા માટે પરંપરાગત પ્રોટોકોલ અને વીવીઆઈપી વ્યવસ્થાને બાજુએ રાખીને એક પ્રેરણાદાયક પહેલ પે ગુજરાત રાય માર્ગ વાહન વ્યવહાર નિગમની એસ.ટી. બસ દ્રારા સામાન્ય નાગરિકોની સાથે મુસાફરી કરીને આણદં પહોંચ્યા હતા.આ મુસાફરી માટે રાયપાલએ આનલાઇન એડવાન્સ બુકિંગ દ્રારા નોન–એસી સુપર ડિલકસ શ્રેણીની એસ.ટી. બસમાં ત્રણ ટિકિટ બુક કરાવી હતી. આ બસ વિસનગરથી આણદં સુધીની જીજે–૧૮ઝેડટી–૦૫૧૯ નંબરની ઓર્ડિનરી બસ સેવા હતી.રવિવાર સવારે ૭:૨૦ વાગે રાયપાલ આચાર્ય દેવવ્રતજી કોઈ પૂર્વ સૂચના વિના રાજભવનથી સીધા ગાંધીનગર એસ.ટી. ડેપો  પહોંચ્યા અને ત્યાંથી અન્ય સામાન્ય મુસાફરો સાથે આ બસમાં બેઠા હતા. બસ નિર્ધારિત રૂ ટ અને સ્ટોપેજ મુજબ અમદાવાદના રાણીપ, ગીતામંદિર વગેરે થઈને આગળ વધતી રહી અને સવારે ૧૦–૧૫ વાગે રાયપાલ આણદં એસ.ટી. બસ સ્ટેશન પર ઉતર્યા હતા.આ સહજ અને સાદગીભરી સફર દરમિયાન રાયપાલ આચાર્ય દેવવ્રતે બસમાં બેઠેલા અન્ય મુસાફરો સાથે સંવાદ કર્યેા અને સરકાર દ્રારા આપવામાં આવતી પરિવહન સુવિધાઓ અંગે તેમના અભિપ્રાય જાણ્યા હતા. તેમણે જણાવ્યું કે, મુસાફરો એસ.ટી. રોડવેઝની સેવાઓ અને તેમાં થતા નવીનીકરણથી સંતોષ અનભવી રહ્યા છે.
રાયપાલએ પોતાનો અનુભવ જણાવતાં કહ્યું કે, લાંબા સમયથી મારી ખુબ ઈચ્છા હતી કે એક દિવસ હત્પં ગુજરાત રોડવેઝની સામાન્ય બસમાં, સામાન્ય નાગરિકો સાથે મુસાફરી કં. આજે સવારે ૭–૨૦ વાગ્યે ગાંધીનગરથી નીકળી અને આશરે ૧૦–૧૫ વાગ્યે આણદં પહોંચ્યો. આ યાત્રા દરમિયાન રાયના વિવિધ વિસ્તારોના ભાઈ–બહેનો સાથે મુલાકાત અને વાતચીતનો અવસર મળ્યો.મુસાફરો સાથેની મારી મુસાફરીમાં મને આત્મિયતા અને આનંદનો અનુભવ થયો. મારા માટે પણ આ યાત્રા અત્યતં સુખદ અને યાદગાર રહી.રાયના પ્રથમ નાગરિક તરીકે રાયપાલ આચાર્ય દેવવ્રતજીએ સામાન્ય નાગરિકોની સાથે બસમાં મુસાફરી કરી અને પ્રશાસન, જનસંપર્ક તથા જનસેવાના મક્કમ મૂલ્યોને સાકાર કર્યા છે. આણદં એસ.ટી. સ્ટેશન પર જિલ્લ ા કલેકટર પ્રવીણ ચૌધરી, જિલ્લ ા વિકાસ અધિકારી સુશ્રી દેવાહત્પતી, જિલ્લ ા પોલીસ અધિક્ષક ગૌરવ જસાણી, નિવાસી અધિક કલેકટર  આર. એસ. દેસાઈ, કૃષિ યુનિવર્સિટીના કુલપતિ કે. બી. કથીરીયા તથા ગુજરાત રાય માર્ગ વાહન વ્યવહાર નિગમના વરિ  અધિકારીઓ અને કર્મચારીઓએ રાયપાલ આચાર્ય દેવવ્રતજીનું ઉષ્માભયુ સ્વાગત કયુ હતું



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application