BREAKING NEWS

રાજયપાલ પ્રવાસ ટૂંકાવી પરત ફર્યા: કાલે મંત્રીમંડળના વિસ્તરણની સંભાવના

  • October 15, 2025 11:47 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને સંગઠન મહામંત્રી રત્નાકર દિલ્હીમાં બેઠક કરીને પરત ફર્યા છે. ત્રણેય નેતાઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સાથે સોમવારે રાત્રે મેરેથોન બેઠક કરી હતી. ટૂંક સમયમાં મંત્રીમંડળનું વિસ્તરણ થવાની ચર્ચા ચાલી રહી છે. ત્યારે કોનું પત્તુ કપાશે અને કોની દિવાળી સુધરશે તેની સમગ્ર રાયમાં ચર્ચાએ જોર પકડું છે. આવતીકાલે રાય મંત્રીમંડળની બેઠક બાદ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ રાયપાલ આચાર્ય દેવવ્રતને મળીને શપથવિધિ સમારોહ માટે સમય માંગે તેવી શકયતા છે. આમ આગામી બે દિવસ ગુજરાતના રાજકારણ માટે મહત્વના પુરવાર થશે.
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દિલ્હીની મુલાકાત બાદ ગુજરાત પરત આવયા તે દરમિયાન રાયપાલ આચાર્ય દેવ વ્રત હિમાચલ પ્રદેશ અને હરિયાણાની મુલાકાતે હતા પરંતુ પોતાનું પ્રવાસ ટુકાવીને ગઈકાલે જ ગાંધીનગર આવી ગયા હતા. આમ રાયમંત્રી મંડળના વિસ્તરણની શકયતાઓ વધી જવા પામી છે.
ગુજરાતમાં ઘણાં સમયથી ચાલી રહેલી રાજકીય ગતિવિધિઓ અને બનાવોને ધ્યાને લઈને વિસ્તરણમાં ઘણાં મંત્રીઓની સાફસૂફી કરી દેવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે મંત્રી મંડળમાંથી કોની હકાલપટ્ટી કરવી અને કોને લેવા તે અંગે નિર્ણય લઈ લીધો છે. તેની સત્તાવાર જાહેરાત બાકી છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, ઉધોગ મંત્રી બલવંતસિંહ રાજપૂત, શિક્ષણ રાય મંત્રી પ્રફુલ પાનસેરિયા અને ગૃહ રાયમંત્રી હર્ષ સંઘવી સિવાયના તમામ મંત્રીઓ પડતા મૂકાય તેવી શકયતા છે.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને ધ્યાને રાખીને મોટાભાગના મંત્રીઓની યુવા ધારાસભ્યોમાંથી પસંદગી કરવામાં આવે તેવી પૂરેપૂરી શકયતા છે. યારે આમ આદમી પાર્ટીએ જેવી રીતે સ્થાનિક સ્વરાજ અને ૨૦૨૭ની વિધાનસભાની ચૂંટણીની તૈયારી શ કરી છે. આમ આદમી પાર્ટીના ફેકટરને ધ્યાનમા રાખીને  યુવાન અને સારી ઈમેજવાળા ઉમેદવારોને તક આપવામાં આવે તેવી શકયતા છે.


ભાજપ સામે કેટલાક પડકારો
મંત્રીમંડળના વિસ્તરણમાં ભાજપને મોટો પડકાર એ છે કે, પક્ષપલટુ નેતાઓને સ્થાન આપતાં જૂના અને વફાદાર ધારાસભ્યો નારાજ થાય તેમ છે.. તેથી પ્રાદેશિક, જાતિગત અને વરિ  ધારાસભ્યોના તમામ સમીકરણોને સંતુલિત રાખીને કેબિનેટમાં ફેરફાર કરવા પડે તેમ છે. આ વખતે જૂના કોંગ્રેસી નેતાઓને મંત્રી મંડળમાંથી રવાના કરવામાં આવે તેવી પૂરેપૂરી શકયતા છે. સૌરાષ્ટ્ર્રમા લેઉવા પટેલ અને કોળી પટેલ ફેકટર ધ્યાનમા રાખવા પડશે. મધ્ય ગુજરાતમાં જનરલ જ્ઞાતિના ધારાસભ્યને સ્થાન મળી શકે. સૌરાષ્ટ્ર્ર પર આ વખતે વધુ ફોકસ રહેશે. સૌરાષ્ટ્ર્ર અને મધ્ય ગુજરાતમાં ક્ષત્રિય ચહેરાને તક આપવામાં આવે તેવી શકયતા છે. દક્ષિણ ગુજરાતમાથી આદિવાસી અને મહિલા ધારાસભ્યને પ્રાધાન્ય આપવામા આવી શકે છે. ઉત્તર ગુજરાતમાં ઓબીસી ચહેરાને સ્થાન મળે તેવી શકયતા છે.

મંગળવારે મંત્રીઓ સચિવાલયમાંથી ગાયબ રહ્યા
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ગઈકાલે દિલ્હીથી પરત આવીને સીઘા જ વડોદરા જગદીશ વિશ્વકર્મા ના અભિવાદન સમારોહમાં તેમની સાથે પહોંચી ગયા હતા.
દરમિયાન સચિવાલયમાં આવેલા સ્વર્ણીમ સંકુલની મંત્રીઓની કચેરીઓ સુમસામ બની ગઈ હતી મંત્રીઓ કચેરીમાં હાજર રહ્યા ન હતા. રવિ કૃષિ મહોત્સવના કાર્યક્રમમાં હાજરી આપવાની હોવાથી મંત્રીઓ બહાર હોવાનું કારણ આગળ ધરી દેવામાં આવ્યું હતું. સંખ્યાબધં લોકો સચિવાલયમાં મંત્રીને મળવા આવ્યા હતા પરંતુ નિરાશ વદને તેઓ પરત કર્યા હતા. તો આજે પણ એ જ પરિસ્થિતિ રહેશે કારણ કે આજે  વિકાસ સાહની પૂણાહત્પતિ થઈ રહી છે

કોનું પત્તું કપાઈ શકે છે?
કેબિનેટ મંત્રીઓ નાણામંત્રી કનુ દેસાઈ, કૃષિમંત્રી રાઘવજી પટેલ, પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયા,  પ્રવાસન મંત્રી મુળુ બેરા, શિક્ષણમંત્રી કુબેર ડિંડોર, સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ભાનુબેન બાબરિયાનું પત્તુ કપાઈ શકે છે. યારે રાયકક્ષાના મંત્રીઓમાં મત્સ્ય અને પશુપાલન મંત્રી પુષોત્તમ સોલંકી, પંચાયત મંત્રી બચુ ખાબડ, વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ, અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમાર અને આદિજાતિ વિકાસમંત્રી કુંવરજી હળપતિની હકાલપટ્ટી થઈ શકે છે.

કોની દિવાળી સુધરશે?
ધોરાજીના ધારાસભ્ય જયેશ રાદડિયા, જૂનાગઢના ધારાસભ્ય સંજય કોટડીયા, ભાવનગરના જીતુ વાઘાણી, વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકર,  રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકી, જામનગર ઉત્તરના ધારાસભ્ય રિવાબા જાડેજા અને પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા, લિંબાયતના ધારાસભ્ય સંગીતા પાટીલની દિવાળી સુધરી શકે છે. યારે ઉત્તર ગુજરાતમાંથી રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર, ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરને મંત્રીપદ મળવાની શકયતા છે. કોંગ્રેસના આયાતી નેતાઓમાંથી માત્ર અર્જુન મોઢવાડિયાને સાચવી લેવાશે. બે મહિલા ધારાસભ્યોમાં રિવાબા જાડેજા ઉપરાંત સંગીતા પાટીલનું નામ ચર્ચામાં છે.


સૌરાષ્ટ્ર્ર અને પાટીદાર ફેકટરને બેલેન્સ કરાશે

વિસાવદર બેઠક ઉપર આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયાની જીત બાદ સૌરાષ્ટ્ર્રમાં રાજકીય સમીકરણો બદલાઈ રહ્યા છે. લેઉવા પાટીદાર સમાજના લોકોમાં ઈટાલિયા લોકપ્રિય બની રહ્યા છે. તેની ભાજપના શીર્ષ નેતૃત્વએ નોંધ લીધી છે. તેમાં પણ બોટાદના વિવાદે ઘી હોમ્યુ છે. તેથી મંત્રીમંડળના વિસ્તરણમાં સૌરાષ્ટ્ર્ર અને લેઉવા પાટીદાર ફેકટરને બેલેન્સ કરવામાં આવશે. સૌરાષ્ટ્ર્રમાંથી જયેશ રાદડિયા ઉપરાંત અમરેલી, જૂનાગઢમાંથી લેઉવા પાટીદાર સમાજના ધારાસભ્યને મંત્રીપદ આપી બેલેન્સ કરવામાં આવશે. યારે આહીર સમાજના ઉદય કાનગડ, ક્ષત્રિય સમાજના રિવાબા જાડેજાને લઈ ઓબીસી અને ક્ષત્રિય સમાજનું જાતિગત સમીકરણ સાચવી લેવામાં આવશે.

કોંગ્રેસી ગોત્રવાળાને શું મળશે?
કોંગ્રેસ છોડીને ભાજપનો ખેસ પહેરનારા હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર, સી. જે. ચાવડા અને અર્જુન મોઢવાડિયા ઉપર સૌ કોઈની નજર મંડાઈ છે. તેમાં અર્જુન મોઢવાડિયા અને સી. જે. ચાવડાનું નામ મોખરે છે. મોઢવાડિયા સૌરાષ્ટ્ર્રમાંથી અને સી. જે. ચાવડા ઉત્તર ગુજરાતમાંથી આવે છે. ભાજપ બંનેને મંત્રી પદ આપે તેવી શકયતા ઓછી છે. પોરબંદર જિલ્લ ામાંથી અર્જુન મોઢવાડિયાનો હરીફ નહી હોવાથી તેમને મંત્રીપદ મળી શકે છે. યારે મહેસાણામાંથી ઋષિકેશ પટેલની કામગીરી સારી હોવાથી તેમની બાદબાકીની શકયતા ઓછી હોવાના કારણે સી.જે.ચાવડાએ મંત્રી પદ માટે રાહ જોવી પડી શકે છે. વિરમગામના ધારાસભ્ચ હાર્દિક પટેલ કરતાં અન્ય કડવા પાટીદાર સમાજના નેતાઓ સક્ષમ હોવાથી સામાજીક સમીકરણમાં તેઓ ફિટ બેસી શકે તેમ નથી. તેના કારણે હાર્દિક પટેલને મંત્રીપદ મળવાની શકયતા ઓછી છે. તેમનું જમાપાસુ એક જ છે. તેઓ અમિત શાહની નજીક હોવાથી મંત્રીપદ મળી જાય તો આશ્ચર્ય હશે. યારે ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર લાંબા સમયથી મંત્રીપદની રાહ જોઈ રહ્યા છે. તેમના સમાજના વરિ  નેતાઓની દાવેદારી મજબૂત હોવાથી તક મળવા અંગે સસ્પેન્સ જળવાયેલો છે. નવા મંત્રીઓની ચર્ચામાં અલ્પેશ ઠાકોર અને અર્જુન મોઢવાડિયાના નામ સામેલ છે. પરંતુ, હાર્દિક પટેલનું નામ દૂર દૂર સુધી ચર્ચામાં નથી. થોડા સમય પહેલા હાર્દિક પટેલે સરકાર સામે કરેલી બગાવત કારણભૂત બની શકે છે.

જાતિ અને પ્રાદેશિક સંતુલનનો પ્રયાસ
ભાજપે નવા પ્રદેશ પ્રમુખ તરીકે ઓબીસી નેતા જગદીશ વિશ્વકર્માની નિમણૂક કરી છે. પાટીદાર મુખ્યમંત્રી હોવાથી ઓબીસી પ્રદેશ પ્રમુખની નિમણૂક કરીને ભાજપે જાતિગત સમીકરણ સાચવવાનો પ્રયાસ કર્યેા છે. દિલ્હીમાં મંત્રીમંડળમાં ફેરફાર, મંત્રીમંડળનું વિસ્તરણ અને સંગઠનના માળખાની રચના જેવા મુદ્દાઓની દિલ્હીમાં ચર્ચા થઈ હોવાનું સૂત્રો દ્રારા જાણવા મળ્યું છે.  તેથી મંત્રીમંડળમાં ફેરબદલનો હેતુ જાતિ અને પ્રાદેશિક સંતુલન જાળવવાનો છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application