મોજીલા મહોત્સવ મંડળ દ્વારા ગણપતિ બાપાના ભવ્ય વિસર્જન કાર્યક્રમનું આયોજન
મોજીલા મહોત્સવ મંડળ દ્વારા ગણપતિ બાપાના ભવ્ય વિસર્જન કાર્યક્રમનું આયોજન
September 25, 2026 10:08 AM
મોજીલા મહોત્સવ મંડળ દ્વારા ગણપતિ બાપાના ભવ્ય વિસર્જન કાર્યક્રમનું આયોજન
ધોરાજી: સરદાર ટેસર રોડ ખાતે આવેલા મોજીલા મહોત્સવ મંડળ દ્વારા ગણપતિ મહોત્સવ અંતર્ગત દસ દિવસ સુધી ગણપતિ બાપાની ભાવભેર આરાધના કરવામાં આવી હતી. દસ દિવસ દરમિયાન ગણપતિ બાપાના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડતાં સમગ્ર વિસ્તાર ભક્તિમય માહોલથી ગુંજી ઉઠ્યો હતો. મહોત્સવ દરમિયાન બાળકોના મનોરંજન માટે વિવિધ કાર્ટૂન પાત્રો સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જે બાળકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. બાળકોએ પણ ઉત્સાહભેર મોજ માણી હતી. આજરોજ મોજીલા મહોત્સવ મંડળ દ્વારા ગણપતિ બાપાની મહાઆરતી કરવામાં આવી હતી. ત્યારબાદ વાજતે-ગાજતે ભવ્ય શોભાયાત્રા સાથે ગણપતિ બાપાને લીમડી પીપળી ખાતે વિસર્જન માટે લઈ જવામાં આવ્યા હતા. સમગ્ર વિસર્જન યાત્રા દરમિયાન ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. મોજીલા મહોત્સવ મંડળ દ્વારા મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભાવિકોએ પ્રસાદનો લાભ લીધો હતો. ગણપતિ મહોત્સવને સફળ બનાવવા સહયોગ આપનાર તમામ ભાઈઓ-બહેનો, પત્રકાર મિત્રો, આગેવાનો તેમજ દાતાશ્રીઓનો મોજીલા મહોત્સવ મંડળ દ્વારા હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. તેમના સહયોગથી દસ દિવસીય ગણપતિ મહોત્સવ ભવ્ય રીતે સંપન્ન થયો હોવાનું મંડળ દ્વારા જણાવાયું હતું.