ભારતમાં યુવાનોની રોજગાર દુનિયામાં ભૂમિકા ઝડપથી બદલાઈ રહી છે. ખાસ કરીને જેન ઝી હવે માત્ર ગિગ અથવા અનૌપચારિક કામ તરફ જ વળે છે એવી ધારણા ખોટી સાબિત થઈ રહી છે. ઈપીએફઓ, પિરિયોડિક લેબર ફોર્સ સર્વે સહિતના રોજગાર આંકડા દર્શાવે છે કે મોટી સંખ્યામાં યુવાનો સામાજિક સુરક્ષા સાથે જોડાયેલી ફોર્મલ નોકરીઓમાં પ્રવેશ કરી રહ્યા છે.એફવાય ૨૬માં ૫૭ હજારથી વધુ નવા યુનિવર્સલ એકાઉન્ટ નંબર (યુએએન) જારી થયા હતા. તેમાં ૨૧થી ૨૫ વર્ષની વયજૂથનો હિસ્સો ૩૫ ટકાથી વધુ રહ્યો હતો. અગાઉ એફવાય૨૫માં પણ ૧૮થી ૨૫ વર્ષની વયના યુવાનો નવા ઈપીએફઓ સબસ્ક્રાઇબર્સમાં લગભગ ૫૯ ટકા હતા. આ આંકડા દર્શાવે છે કે યુવાનોમાં સંગઠિત અને સુરક્ષિત રોજગાર તરફનો રસ વધી રહ્યો છે. મહિલાઓની ભાગીદારીમાં પણ વધારો નોંધાયો છે. એફવાય૨૬ દરમિયાન નવા યુએએનમાં મહિલાઓનો હિસ્સો આશરે ૨૮ ટકા રહ્યો હતો. નેશનલ એપ્રેન્ટિસશિપ પ્રમોશન સ્કીમ હેઠળ લગભગ ૬૪ હજાર એપ્રેન્ટિસશિપ કરાર થયા હતા, જેમાં મહિલાઓને ૨૬ ટકા તકો મળી હતી. આ કરારોમાં ઓટોમોટિવ સેકટરનો હિસ્સો ૫૧ ટકાથી વધુ રહ્યો હતો.
રોજગારનું ભૌગોલિક ચિત્ર પણ બદલાઈ રહ્યું છે. સંગઠિત કાર્યબળમાંથી આશરે ૬૯ ટકા લોકો ટિયર–૨ અને ટિયર–૩ શહેરોમાં કામ કરી રહ્યા છે. એટલે કે રોજગારની નવી તકો હવે માત્ર દિલ્હી, મુંબઈ, બેંગલુ જેવા મોટા શહેરો પૂરતી મર્યાદિત રહી નથી.
નવા ફોર્મલ કર્મચારીઓનું શિક્ષણ સ્તર પણ નોંધપાત્ર છે. લગભગ ૯૬ ટકા કર્મચારીઓએ ઓછામાં ઓછું ધોરણ ૧૦ સુધીનું શિક્ષણ મેળવ્યું છે, યારે ૬૧ ટકા કર્મચારીઓ ધોરણ ૧૨ અથવા તેનાથી વધુ અભ્યાસ કરી ચૂકયા છે. આશરે ૩૦ ટકા કર્મચારીઓ ગ્રેયુએટ અથવા પોસ્ટગ્રેયુએટ છે.
રિટેલ, ઈ–કોમર્સ, લોજિસ્ટિકસ, સર્વિસ અને સ્ટાફિંગ ક્ષેત્રો પ્રથમ નોકરી શોધતા યુવાનો માટે મહત્વના પ્રવેશદ્રાર બની રહ્યા છે.
કવેસ કોર્પના ગ્રુપ સીઈઓ લોહીત ભાટિયાના જણાવ્યા મુજબ, યુવાનોના ફોર્મલ વર્કફોર્સમાં પ્રવેશનું પ્રમાણ અર્થતત્રં માટે મોટો બદલાવ છે. હવે માત્ર ભરતી નહીં પરંતુ યુવાનોની એમ્પ્લોયબિલિટી અને સ્કિલ ડેવલપમેન્ટ પર પણ ધ્યાન આપવાની જર છે.
આ ટ્રેન્ડનો અર્થ એ છે કે યુવાનો માટે સોશિયલ સિકયુરિટી અને સ્થિર કારકિર્દીનું મહત્વ વધી રહ્યું છે. નોકરીદાતાઓ માટે એપ્રેન્ટિસશિપ અને ઇન્ડસ્ટ્રી–રિલેવન્ટ સ્કિલ્સમાં રોકાણ કરવું જરી બનશે. સાથે જ ટિયર–૨ અને ટિયર–૩ શહેરોમાં ગુણવત્તાયુકત નોકરીઓ વધવાથી રોજગારનું કેન્દ્ર પણ ધીમે ધીમે નાના શહેરો તરફ ખસી રહ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application