શિક્ષણ મંત્રી, બોર્ડ અધ્યક્ષ તથા અગ્રણીઓની રહેશે ઉપસ્થિતિ
ગુજરાત રાજ્ય આચાર્ય સંઘનું 53 મું શૈક્ષણિક તથા વહીવટી અધિવેશન તારીખ 9 થી 11 જાન્યુઆરી સુધી સુવિખ્યાત યાત્રાધામ અંબાજી ખાતે યોજાનાર છે.
સમગ્ર ગુજરાતના આચાર્યો શિક્ષણ અને વહીવટી અધિવેશનમાં ચિંતન, મનન તથા માર્ગદર્શન સાથે જ્ઞાન ગોષ્ઠી કરે તે હેતુથી યોજાયેલા આ કાર્યક્રમમાં ગુરૂવાર તારીખ 9 ના રોજ રજીસ્ટ્રેશન થશે. તારીખ 10 ના રોજ ઉદ્ઘાટન સત્ર યોજાશે. જેનું ઉદ્ઘાટન સમારંભના શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયા કરશે. કાર્યક્રમના અધ્યક્ષ તરીકે શિક્ષણ મંત્રી ડો. કુબેર ડિંડોરના તથા અતિથિ વિશેષ તરીકે ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલીયા, કમલેશભાઈ પટેલ, ધવલસિંહ ઝાલા સાથે વિવિધ સંઘોના અગ્રણીઓ સતીશ પટેલ, શંકરસિંહ રાણા, ભરતભાઈ પટેલ, કિર્તીસિંહ મહિડા, મિતેશભાઈ મોદી વિગેરે રહેશે.
શુક્રવાર તારીખ 10 ના રોજ દ્વિતીય સત્રમાં કાર્યક્રમના અધ્યક્ષ તરીકે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના ચેરમેન એમ.એ. પંડ્યા રહેશે. તજજ્ઞ વક્તા તરીકે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અમલીકરણ સમિતિના ડો. જયેન્દ્રસિંહ જાદવ, મુખ્ય મહેમાન તરીકે સચિવ આર.આર. વ્યાસ, જી.સી.આર.ટી.ના અધિક નિયામક દિનેશભાઈ પટેલ, નવનીતના રાજુભાઈ ગાલા તથા દિપકભાઈ પટેલ રહેશે.
રાત્રે લોક ડાયરો અને રણકાર બીટ્સનો કાર્યક્રમ યોજાશે. શનિવાર તારીખ 11 ના રોજ તૃતીય બેઠક તથા ખુલ્લુ અધિવેશન યોજાશે. જેના મુખ્ય મહેમાન તરીકે મહીસાગરના જિલ્લા પંચાયત પ્રમુખ બાબુભાઈ પટેલ રહેશે.
સમગ્ર રાજ્યના તમામ જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં આચાર્યો આ અધિવેશનમાં જોડાશે. જે માટે રાજ્ય પ્રમુખ ભાનુપ્રસાદ પટેલ, અધ્યક્ષ જે.પી. પટેલ, મહામંત્રી ભરતભાઈ ચૌધરી વિગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજન્મજાત મૂકબધિર બાળકી સાંભળતી થઈ, હવે બોલતી કરવાના પ્રયાસ ચાલુ
May 02, 2025 10:37 AMદ્વારકા જિલ્લા કેલકટર કચેરી ખાતે વર્ષાઋતુની પૂર્વ તૈયારી માટે સમીક્ષા બેઠક
May 02, 2025 10:37 AMએમ.એસ.એમ.ઇ.ને મજબુત બનાવવાના હેતુસર આયોજીત ગુણવત્તા યાત્રા દ્વારકા પહોંચી
May 02, 2025 10:30 AMજેતપુરના મોટા ગુંદાળા પાસે આવેલા વોટરપાર્કમાં મોબાઇલ- રોકડની ચોરી
May 02, 2025 10:25 AMઆઈપીએલની પ્લેઓફ રેસ રોમાંચક તબક્કામાં
May 02, 2025 10:20 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech