ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના યશસ્વી અધ્યક્ષ અને અમદાવાદના નિકોલ વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય જગદીશભાઇ વિશ્વકર્મા (પંચાલ)નો આજે તા.૧૨ ઓગસ્ટના રોજ જન્મદિવસ છે. તા.૧૨-૮-૧૯૭૩ના રોજ અમદાવાદ શહેરમાં જન્મેલા વિશ્વકર્માએ આજે સફળ જીવનના ૫૩ વર્ષ પૂર્ણ કરી ૫૪મા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છ સાથે તેમનો યાદગાર નાતો રહ્યો છે અને પ્રદેશ અધ્યક્ષ પદે નિયુક્ત થયા બાદ તેઓ અનેક વખત રાજકોટ મહાનગરની મુલાકાત લઇ ચુક્યા છે. ૧૯૯૮માં અમદાવાદના ઠક્કરબાપા નગર વિસ્તારમાંથી ભાજપના બુથ કાર્યકર્તા તરીકે તેમણે રાજકીય કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો.અમદાવાદના નિકોલ વિધાનસભા મત વિસ્તારમાંથી તેઓ ૨૦૧૨, ૨૦૧૭ અને ૨૦૨૨ તેમ ત્રણ વખત ધારાસભ્ય પદે જંગી બહુમતીથી ચૂંટાઇ રહ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની સરકારમાં અગાઉ તેઓ રાજ્ય કક્ષાના મંત્રી તરીકે કુટિર ઉદ્યોગ, સહકાર, મીઠા ઉદ્યોગ, પ્રોટોકોલ (સ્વતંત્ર હવાલો), ઉદ્યોગ, માર્ગ અને મકાન, વન, પર્યાવરણ અને આબોહવા પરિવર્તન, છપાઈ અને લેખન સામગ્રી સહિતના વિભાગોમાં પ્રશંસનીય સેવા આપી ચુક્યા છે. જ્યારે ભારતીય જનતા પાર્ટીની સંગઠન પાંખમાં પણ અગાઉ તેઓ વિવિધ જવાબદારીઓ નિભાવી ચૂક્યા છે જેમાં અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ, ભાજપના ઉદ્યોગ સેલના સંયોજક રહી ચૂક્યા છે. આજકાલ દૈનિક પરિવાર સાથે વર્ષોથી પારિવારિક નાતો ધરાવતા જગદીશભાઇ વિશ્વકર્મા જીવનના આગામી વર્ષોમાં અપાર સફળતા અને લોકચાહના હાંસલ કરે તેમજ સિધ્ધિ, પ્રસિધ્ધિ અને પ્રગતિના નવા સોપાનો સર કરે તેવી જન્મદિવસે આજકાલ દૈનિક પરિવારે શુભકામનાઓ પાઠવી છે. આજે તેમના જન્મદિવસે સવારથી જ રાજકોટ સહિત રાજ્યભરમાંથી તેમના મોબાઇલ નંબર ૯૯૦૯૯ ૮૧૩૫૬ અને ૯૬૬૨૯ ૮૧૩૫૬ ઉપર શુભેચ્છા વર્ષા થઇ રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application