BREAKING NEWS

ગુજરાતના વર્ગ-4ના કર્મચારીઓને દિવાળીની ભેટઃ 7 હજારનું બોનસ આપવા સરકારનો નિર્ણય

  • October 06, 2025 05:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ-૪ના કર્મચારીઓ ઉત્‍સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ-૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.

રૂ.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ-૪ના અંદાજે ૧૬,૯૨૧ કર્મચારીઓ તથા રાજ્ય મંત્રીમંડળ પરના મહેકમ પરના, વિધાનસભા અધ્યક્ષના, દંડકના, નાયબ દંડક અને ઉપદંડક તથા પંચાયત, યુનિવર્સિટી સંલગ્ન કોલેજો, ગ્રાન્ટ ઈન એઈડ શાળા અને કોલેજ તથા જેમને બોર્ડ કોર્પોરેશન દ્વારા બોનસ ચુકવવામાં આવતું નથી. તેવા રાજ્ય સરકારના બોર્ડ કોર્પોરેશનમાં ફરજ બજાવતા વર્ગ-૪ના કર્મચારીઓને આનો લાભ મળવાપાત્ર થશે.


મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશા નિર્દેશો પણ આપ્યા છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application