BREAKING NEWS

એશિયન્સ ગેમ્સમાં ગુલવીર સિંહે 10,000 મીટર દોડમાં સિલ્વર મેડલ જીત્યો, પોલ વોલ્ટમાં બ્રોન્ઝ મેડલ અપાવનાર બાર્નિકા એલાંગોવ પહેલી ભારતીય ખેલાડી બની

  • September 25, 2026 06:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારતીય ખેલાડી ગુલવીર સિંહે 2026 એશિયન ગેમ્સમાં પુરુષોની 10,000 મીટર દોડમાં સિલ્વર મેડલ જીત્યો છે. 28 વર્ષીય ગુલવીર ઉત્તર પ્રદેશના અત્રૌલી ગામનો રહેવાસી છે અને આ એશિયન ગેમ્સમાં તેનો બીજો મેડલ છે. તેણે પાછલી એશિયન ગેમ્સમાં પણ આ જ 10,000 મીટર દોડમાં ભારત માટે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ વખતે, તેણે શુક્રવારે 28 મિનિટ, 29.38 સેકન્ડમાં દોડ પૂરી કરીને બીજું સ્થાન મેળવ્યું છે.


બાર્નિકા એલાંગોવને પોલ વોલ્ટમાં પહેલો મેડલ જીત્યો

ભારતની બાર્નિકા એલાંગોવને 4.15 મીટર જમ્પ મારી મહિલા પોલ વોલ્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. આ પ્રભાવશાળી વિજય સાથે તે એશિયન ગેમ્સમાં પોલ વોલ્ટમાં ભારત માટે મેડલ જીતનાર (પુરુષો અને મહિલા બંને શ્રેણીઓમાં) પ્રથમ ખેલાડી બની અને ઇતિહાસ રચ્યો છે.


ગુલવીર સિંહે 2026 કોમનવેલ્થ ગેમ્સમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું

2026 કોમનવેલ્થ ગેમ્સમાં, ગુલવીર સિંહે ભારતીય રમતગમતમાં ઇતિહાસ રચ્યો છે. તેમણે ગ્લાસગોમાં પુરુષોની 10,000 મીટર દોડમાં 27 મિનિટ 49.78 સેકન્ડનો સમય કાઢીને સિલ્વર મેડલ જીત્યો. આનાથી તેઓ કોમનવેલ્થ ગેમ્સના ઇતિહાસમાં આ દોડમાં મેડલ જીતનાર પ્રથમ ભારતીય ખેલાડી બન્યા. ત્યારબાદ તેમણે 5,000 મીટરમાં બ્રોન્ઝ મેડલ જીત્યો. એક જ કોમનવેલ્થ ગેમ્સમાં બે એથ્લેટિક્સ મેડલ જીતવાથી બીજી એક મહત્વપૂર્ણ સિદ્ધિ મળી છે.


2022 પછી ગુલવીરની ઓળખ

ગુલવીર સિંહની કારકિર્દી ખરેખર 2022 ફેડરેશન કપથી શરૂ થઈ, જ્યાં તેમણે 10,000 મીટરમાં બ્રોન્ઝ મેડલ જીત્યો. આ જીતથી તેમને રાષ્ટ્રીય ઓળખ મળી. ત્યારબાદ તેમણે 2023 એશિયન ગેમ્સમાં ફરીથી પ્રદર્શન કર્યું. તેમણે ચીનના હાંગઝોઉમાં 10,000 મીટર દોડમાં 28 મિનિટ 17.21 સેકન્ડમાં પૂર્ણ કરીને બ્રોન્ઝ મેડલ જીત્યો. ભારતના કાર્તિક કુમારે આ જ દોડમાં સિલ્વર મેડલ જીત્યો. આ પ્રભાવશાળી પ્રદર્શન બાદ, ગુલવીર એશિયાના શ્રેષ્ઠ લાંબા અંતરના દોડવીરોમાંના એક તરીકે ઓળખાવા લાગ્યો.


કોચ સ્કોટ સિમન્સના માર્ગદર્શન હેઠળ ગુલવીરના પ્રદર્શનમાં સુધારો થયો

2024 માં, ગુલવીર તાલીમ માટે યુએસએના કોલોરાડો સ્પ્રિંગ્સ ગયો, જ્યાં કોચ સ્કોટ સિમન્સના માર્ગદર્શન હેઠળ તેના પ્રદર્શનમાં નાટ્યાત્મક સુધારો થયો. આ પછી, તેણે એક પછી એક નવા રેકોર્ડ બનાવવાનું શરૂ કર્યું. તેણે 3000 મીટર, 5000 મીટર અને 10000 મીટરમાં ભારત માટે નવા રેકોર્ડ બનાવ્યા. તેનો 5000 મીટરનો રેકોર્ડ 12 મિનિટ 59.77 સેકન્ડ, 10000 મીટર 27 મિનિટ 0.22 સેકન્ડ અને 3000 મીટર 7 મિનિટ 34.49 સેકન્ડનો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application