BREAKING NEWS

રાજકોટમાં અડધો ઈંચ, મોસમનો કુલ 6.5 ઈંચ, ગત વર્ષની તુલનાએ 20 ઈંચની ઘટ

  • July 22, 2026 04:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ શહેરમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાનમાં વધુ અડધો ઇંચ પાણી વરસતા આ સાથે શહેરનો મોસમનો કુલ વરસાદ ૬.૫ ઇંચ નોંધાયો છે. અલબત્ત ગત વર્ષની તુલનાએ આ વર્ષે હજુ વીસેક ઇંચ વરસાદની ઘટ છે.ગત ચોમાસે ૨૨ જુલાઈ સુધીમાં શહેરમાં ૨૬ ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો.

મ્યુનિ.સૂત્રો અનુસાર વેસ્ટ ઝોનમાં ૧૨ મીમી, સેન્ટ્રલ અને ઇસ્ટ ઝોનમાં ૭ મીમી વરસાદ નોંધાયો છે. જ્યારે તા.૧૫ જૂનથી ચોમાસાના પ્રારંભથી આજે તા.૨૨ જુલાઈ સુધીના ૩૭ દિવસ દરમિયાનમાં મોસમનો કુલ વરસાદ વેસ્ટ ઝોનમાં ૧૬૪ મીમી (૬.૫ ઇંચ), સેન્ટ્રલ ઝોનમાં ૧૪૧ મીમી (૬ ઇંચ) અને ઇસ્ટ ઝોનમાં ૧૬૦ મીમી ( ૬.૫ ઇંચ) નોંધાયો છે. ગત વર્ષની તુલનાએ આ વર્ષે રાજકોટ શહેરમાં હજુ ૨૦ ઇંચ વરસાદની ઘટ છે.

રાજકોટ શહેરને પીવાનું પાણી પૂરૂં પાડતા જળાશયોની સ્થિતિ જોઇએ તો કુલ ૨૯ ફૂટની ઊંડાઇના આજી-૧ ડેમની સપાટી હાલ ૨૦.૬૦ ફૂટ, કુલ ૨૫.૧૦ ફૂટની ઊંડાઇના ન્યારી-૧ ડેમની સપાટી હાલ ૧૪.૬૦ ફૂટ છે, આ બન્ને ડેમોમાં સૌની યોજનાનું નર્મદાનીર ઠાલવવાનું ચાલું છે. કુલ ૩૪ ફૂટની ઉંડાઈના ભાદર-૧ ડેમની સપાટી હાલ ૧૪.૧૦ ફૂટ છે. જ્યારે રાજકોટની ભાગોળે પ્રદ્યુમન પાર્ક ઝૂ પાસે આવેલા કુલ ૧૫ ફૂટની ઊંડાઇના લાલપરી તળાવની સપાટી હાલ ૧૨.૮૦ ફૂટ છે અને ઓવરફ્લો થવામાં ૨.૨૦ ફૂટનું છેટું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application