ઔદ્યોગિક તાલીમ સંસ્થા, ખંભાળિયા ખાતે તા.૨૪ જુલાઈના રોજ ઔધોગિક ભરતીમેળો યોજાશે
જિલ્લા રોજગાર વિનિમય કચેરી, દેવભૂમિ દ્વારકા દ્વારા તા.૨૪-૦૭-૨૦૨૬ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે આઈ.ટી.આઈ., ખંભાળિયા ખાતે નોકરીદાતાઓ તથા રોજગારવાંચ્છુ વચ્ચે સેતુરૂપ ઔધોગિક ભરતી મેળો યોજાશે. ખાનગી કંપનીના નોકરી દાતાઓને ખાલી જગ્યાઓ માટે માનવ બળની જરૂરિયાત હોય, જે અંતર્ગત ઈચ્છા ધરાવતા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઉમેદવારોએ સ્વખર્ચે હાજર રહેવા જિલ્લા રોજગાર કચેરી દ્વારા જણાવાયુ છે.
જોબફેરમાં જુદી-જુદી કંપનીઓના નોકરીદાતાઓ ઉપસ્થિત રહેશે અને એચ.એસ.સી, બી.સી.એ., એસ,સી.એ., ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ અને કોમ્પ્યુટર, આઈ.ટી.આઈ MMV, ડીઝલ મીકેનીકલ તથા કોઈ પણ ગ્રેજ્યુએટ જેવી લાયકાત ધરવતા ઉમેદવારો માટે સેલ્સ એક્ઝ્યુકટીવ, કોમ્પ્યુટર એન્જીન્યરીંગ, સોફ્ટ સ્કીલ્સ, બ્યુટી અને CCC, ટેકનીકલ, સર્વિસ એડવાઇઝર તથા ટેલી ટ્રેનર જેવી જગ્યાઓ માટે જોબફેરનું આયોજન કરવામાં આવેલ છે.
આ એક ઓપન જોબફેર હોય, કોલ લેટર ન મળેલ હોય તેવા અથવા રોજગાર કચેરીમાં નામ નોંધણી ન કરાવેલ હોય તેવા ઉમેદવારો પણ સ્વખર્ચે આ જોબફેમાં હાજર રહી શકાશે તેમ જિલ્લા રોજગાર કચેરી, દેવભૂમિ દ્વારકાની યાદીમાં જણાવાયું છે.