ગઈકાલે નાણા પ્રધાન ચોઈ સાંગ-મોક બે અઠવાડિયામાં દક્ષિણ કોરિયાના બીજા કાર્યકારી પ્રમુખ બન્યા. વિપક્ષ-નિયંત્રિત સંસદે કાર્યકારી પ્રમુખ હાન ડુક-સૂ વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ દાખલ કર્યો હતો, જેમાં તરફેણમાં 192 મત પડ્યા હતા અને વિરુદ્ધમાં કોઈ મત નહોતો. આમાંથી રાષ્ટ્રપતિ યુન સૂક-યોલને અગાઉ માર્શલ લો જાહેર કરવા બદલ મહાભિયોગ અને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જેની જગ્યાએ હાનને રાષ્ટ્રપતિની સત્તા આપવામાં આવી હતી. નવા કાર્યકારી પ્રમુખ ચોઈ, એક અનુભવી રાજકારણી માનવામાં આવે છે જેમણે 30 વર્ષથી નાણા મંત્રાલયમાં સેવા આપી છે.
દક્ષિણ કોરિયાની ભ્રષ્ટાચાર વિરોધી તપાસ સંસ્થાએ માર્શલ લો લાગુ કરવાના મામલે આ સપ્તાહના અંતમાં પૂર્વ રાષ્ટ્રપતિ યુન સુક યોલને પૂછપરછ માટે બોલાવ્યા છે. ઉચ્ચ કક્ષાના અધિકારીઓ માટે કરપ્શન ઇન્વેસ્ટિગેશન ઑફિસએ રવિવારે સવારે 10 વાગ્યે યૂનને સિઓલની દક્ષિણે ગ્વાચેઓન ખાતેની તેની ઑફિસમાં હાજર થવાનો આદેશ આપતા સમન્સ જારી કયર્િ હતા.
આ કરપ્શન ઇન્વેસ્ટિગેશન ઑફિસનું ત્રીજું સમન્સ હતું, યુન દ્વારા અગાઉ બે સમન્સની અવગણના કરવામાં આવી હતી, જેમાંથી એક ક્રિસમસના દિવસે પૂછપરછ માટેનો હતો. સીઆઈઓ, પોલીસ અને સંરક્ષણ મંત્રાલયના તપાસ એકમ સાથે, યુનને બળવો ઉશ્કેર્યો અને માર્શલ લો જાહેર કરીને તેની સત્તાનો દુરુપયોગ કર્યો હોવાના આરોપોની તપાસ કરી રહી છે.
રાષ્ટ્રપતિ યૂને દક્ષિણ કોરિયામાં 03 ડિસેમ્બરની રાત્રે ઇમરજન્સી માર્શલ લોની જાહેરાત કરી હતી, પરંતુ બુધવારે સંસદમાં તેની વિરુદ્ધ મતદાન થયા બાદ તેને રદ્દ કરી દેવામાં આવ્યો હતો. માર્શલ લો માત્ર થોડા કલાકો માટે જ અમલમાં રહ્યો. જોકે, થોડા કલાકો માટે લાગુ કરાયેલા માર્શલ લોએ દેશના રાજકારણને હચમચાવી નાખ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાત ટાઇટન્સની શાનદાર જીત: હૈદરાબાદને 38 રને હરાવી પોઇન્ટ્સ ટેબલમાં બીજા ક્રમે
May 02, 2025 11:52 PMપડધરીમાં બાંગ્લાદેશી ઘુસણખોર ઝડપાઈ, પાસપોર્ટ-વિઝા વિના ગેરકાયદેસર પ્રવેશ
May 02, 2025 09:12 PMઆર્જેન્ટિનામાં 7.5ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી જાહેર
May 02, 2025 09:05 PMYouTubeએ ભારતીયોને બનાવ્યા કરોડપતિ, 3 વર્ષમાં આપ્યા ₹21 હજાર કરોડ
May 02, 2025 07:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech