રાજ્યસભાના સાંસદ નરહરિ અમીનના મોટાભાઈ અને અમીન પરિવારના વડીલ હરિકૃષ્ણભાઈ હીરાલાલ અમીનનું ગઈકાલે બુધવારે 74 વર્ષની વયે દુઃખદ નિધન થયું છે. તેમના નિધનથી સમગ્ર અમીન પરિવાર, સગાં-સંબંધીઓ અને રાજકીય તેમજ સામાજિક વર્તુળોમાં શોકની ગહેરી લાગણી પ્રસરી ગઈ છે.
હરિકૃષ્ણભાઈ અમીન તેમના લાગણીશીલ અને ધાર્મિક સ્વભાવ માટે જાણીતા હતા. તેમની સાલસ પ્રકૃતિને કારણે તેઓ સમાજમાં આગવું સ્થાન ધરાવતા હતા. તેમની ચિરવિદાયથી પરિવારજનો અત્યંત શોકમગ્ન છે.
આવતીકાલે અમદાવાદ ખાતે બેસણું
સદ્દગત હરિકૃષ્ણભાઈ અમીનનું બેસણું આવતીકાલે 10 ઑક્ટોબર, શુક્રવારના રોજ અમદાવાદ ખાતે રાખવામાં આવ્યું છે.
સ્થળ: સિંધુભવન હોલ, સિંધુભવન રોડ, બોડકદેવ, અમદાવાદ.
સમય: સવારે 9:00 થી 11:00 વાગ્યા સુધી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application