BREAKING NEWS

નિવૃત્તિના સવાલ પર ભડકી ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌર: રિપોર્ટરને આપ્યો 'ધોની સ્ટાઇલ'માં જડબાતોડ જવાબ

  • June 09, 2026 02:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



આઇસીસી વિમેન્સ ટી20 વર્લ્ડ કપ 2026 ના ધમાકેદાર આગાઝ પહેલા ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌર ભારે લાઈમલાઈટમાં આવી ગઈ છે. લંડનમાં યોજાયેલા સત્તાવાર 'કેપ્ટન્સ કાર્નિવલ' કાર્યક્રમ દરમિયાન એક પત્રકારે હરમનપ્રીતને નિવૃત્તિ અંગે એક એવો અણધાર્યો સવાલ પૂછ્યો કે માહોલ ગરમ થઈ ગયો હતો. જોકે, ભારતીય કેપ્ટને ખૂબ જ ચતુરાઈ અને આત્મવિશ્વાસથી પલટવાર કરીને રિપોર્ટરની બોલતી બંધ કરી દીધી હતી. સોશિયલ મીડિયા પર ચાહકો હરમનપ્રીતના આ અંદાજને પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની શૈલી સાથે સરખાવી રહ્યા છે.પત્રકાર સાથેની એ રસપ્રદ વાતચીતપ્રેસ કોન્ફરન્સમાં જ્યારે પત્રકારે સવાલ કર્યો, ત્યારે કેપ્ટને પોતાની આગવી શૈલીમાં મોઢું બંધ કરાવતો જવાબ આપ્યો હતો


રિપોર્ટરનો સવાલ: 'શું આ તમારો છેલ્લો ટી20 વર્લ્ડ કપ હશે?'


હરમનપ્રીતનો વળતો પ્રહાર:- કેપ્ટને સહેજ સ્મિત સાથે પૂછ્યું, 'કેમ?'
રિપોર્ટરનો બચાવ:-પત્રકારે ગભરાતા કહ્યું, 'બસ, એમ જ પૂછી રહ્યો હતો.'

જડબાતોડ જવાબ:-હરમનપ્રીતે તરત જ વળતો સવાલ દાગ્યો, 'શું તમને એવું લાગે છે કે મારે રમવાનું બંધ કરી દેવું જોઈએ?' પત્રકારે જ્યારે કહ્યું 'બિલકુલ નહીં', ત્યારે હરમનપ્રીતે હસતા હસતા કહ્યું, 'તો પછી તમે આ સવાલ કેમ પૂછી રહ્યા છો?' આ સાંભળીને ત્યાં હાજર તમામ લોકો હસી પડ્યા હતા.સદીના મહાકુંભમાં ભારતનો મિશન વર્લ્ડ કપવર્ષ 2009 માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કરનારી 37 વર્ષીય હરમનપ્રીત કૌર વનડે અને ટી20 બંને ફોર્મેટમાં 4000 થી વધુ રન બનાવી ચૂકી છે. ગયા વર્ષે ભારતને વનડે વર્લ્ડ કપ જીતાડ્યા બાદ પણ તેની નિવૃત્તિની અફવાઓ ઉડી હતી, પરંતુ તેણે સાફ કરી દીધું છે કે તેનો અત્યારે સંન્યાસ લેવાનો કોઈ જ ઈરાદો નથી.વિમેન્સ ટી20 વર્લ્ડ કપ 2026 માં ભારતીય ટીમ પોતાના અભિયાનની શરૂઆત 14 જૂનના રોજ પરંપરાગત હરીફ પાકિસ્તાન સામેના હાઈ-વોલ્ટેજ મુકાબલાથી કરશે. ભારતીય ટીમને ગ્રુપ-એ માં રાખવામાં આવી છે, જેમાં ઓસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકા, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને નેધરલેન્ડ્સ જેવી મજબૂત ટીમો સામેલ છે. કેપ્ટને પોતાના જવાબી પ્રહારથી વિરોધી ટીમોને પણ સ્પષ્ટ સંકેત આપી દીધો છે કે તે વધુ એક ટ્રોફી જીતીને ઇતિહાસ રચવા માટે પૂરી રીતે તૈયાર છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application