વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન પાટનગરમાં સરકાર સામે વિરોધ દેખાવોની શરૂઆત થઈ છે .અનશન અને ધરણા પર બેઠેલા આરોગ્ય કર્મચારીઓ દ્રારા આખરે સરકારને દસ દિવસનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. આગામી ૧૦ દિવસમાં જો તમામ પ્રશ્નો નહીં ઉકેલાય તો અચોક્કસ મુદતની હડતાલનું એલાન કરાયું છે દરમિયાન ગૌણ સેવા પસંદગી મંડળની કચેરીને સીસીઈ ની પરીક્ષાના પરિણામની જાહેરાત અને બી ગ્રુપ ની પરીક્ષા ના પરિણામ જાહેર ન કરવામા આવતા ઉમેદવારો એ દેખાવ કરતા પોલીસ દ્રારા અટકાયત કરવામાં આવી હતી.
ગુજરાત રાજય આરોગ્ય કર્મચારી મહાસઘં ગાંધીનગરના નેતૃત્વ હેઠળ ગુજરાતની કારોબારી તેમજ ૩૩ જેટલા વિવિધ જિલ્લ ાના પ્રમુખ, મહામંત્રી, કન્વિનરોની ગાંધીનગર ખાતે અગાઉ મળેલા સંયુકત કારોબારી મિટીંગમાં લેવાયેલા નિર્ણયોને આધિન ડબલ એન્જીન વાળી ગુજરાત સરકાર સમક્ષ વર્ષેા જુના પડતર પ્રશ્નો જેવા કે, પ્રમોશન તેમજ ૧૦ વર્ષીય ઉચ્ચતર પગાર ધોરણ મેળવવા ખાતાકીય પરીક્ષા રદ કરવી તેમજ એમપીએચડબ્લ્યુ, એફએચડબ્લ્યુ, એમપીએચએસ, એફએચએસ, તાલુકા કક્ષાના. સુપરવાઈઝર, જિલ્લ ા કક્ષાના સુપરવાઈઝર્સ, ભાઈઓ અને બહેનોને ટેકનિકલ કેડરમાં સમાવેશ કરવા તેમજ ટેકનિકલ ગ્રેડ પે અનુક્રમે એમપીએચડબ્લ્યુ અને એફએચડબ્લ્યુ કેડરને ૧૯૦૦ ગ્રેડ–પે થી ૨૮૦૦ તેમજ સુપરવાઈઝર કેડરને ૨૪૦૦ થી ૪૨૦૦ પિયાનું ભથ્થું મેળવવા સાથે કેડરના કર્મચારીઓના નાણાંકિય અને વહિવટી પ્રશ્નોના નિરાકરણ માટે અગાઉ રજુઆત કરવામાં આવી હતી જેનું સરકાર તરફથી આજદિન સુધી નિરાકરણ આવ્યું ન હોઈ, વિરોધ દર્શાવવા બુધવારે જિલ્લ ાના દરેક કેડરના તમામ આરોગ્ય કર્મચારીઓ માસ સીએલ મૂકી વિરોધ નોંધાવી રહ્યા છે.
ગઈકાલે ગાંધીનગર કક્ષાએ સત્યાગ્રહ છાવણી ખાતે મોટી સંખ્યામાં હાજર રહી સરકાર વિદ્ધ ઉગ્ર આંદોલન કરવાની રણનીતિ નક્કી કરવામાં આવી છે જેમાં આગામી દસ દિવસ દરમિયાન પડતર માગણીઓનો ઉકેલ નહીં આવે તો અચોક્કસ મુદતની હડતાલનું એલાન આપવામાં આવ્યું છે ગૌણ સેવા પસંદગી મંડળની કચેરીએ ની પરીક્ષા ના પરિણામ ની જાહેરાત અને બી ગ્રુપ ની પરીક્ષા જાહેર કરવા ઉમેદવારો દેખાવો કર્યા હતા.
પાટનગરના સેકટર ૬ ના મેદાન સત્યાગ્રહ છાવણી પર આરોગ્ય કર્મચારીઓ પ્રમોશન આપવા ૧૦ વર્ષે ઉચ્ચ પગાર ધોરણ મેળવવા માટે ખાતાકીય પરીક્ષા રદ કરવા ની માગણી સાથે ધરણા કરવામાં આવ્યા હતા અચોક્કસ મુદતની હડતાલની જાહેરાત બાદ ગૌસેવા પસંદગી મંડળની કચેરી પર મહિના પહેલા લેવાયેલી સીસી પરીક્ષાના પરિણામ જાહેર ન કરાતા ઉમેદવારોએ દેખાવો યોજના ભૂલી જ અટકાયત કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆર માધવને NCERTના અભ્યાસક્રમ પર ઉઠાવ્યા સવાલ
May 02, 2025 12:15 PMદુનિયાના સૌથી ધનિક ફિલ્મ કલાકારોની યાદીમાં એકમાત્ર શાહરુખનો સમાવેશ
May 02, 2025 12:10 PMપાકિસ્તાનને વધુ 2 આંચકા આપવા ભારતની તૈયારી, IMFની સહાય બંધ કરાવશે
May 02, 2025 12:09 PMચેટજીપીટીની મદદથી રસોયાએ લખી હતી ‘મિસ્ટર ઇન્ડિયા 2’ ની સ્ક્રિપ્ટ
May 02, 2025 11:59 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech