રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર આવેલા એટલાન્ટિ્સ બિલ્ડિંગમાં આગ લાગતા ત્રણ લોકોના મોત થયા છે. જેમાં સ્વિગીના ડિલવરી બોય અજય મકવાણા પણ ભડથું થયો થતા મોતને ભેટ્યો છે. સિવિલ હોસ્પિટલમાં અજયની પત્નીએ હૈયાફાટ રૂદન કર્યું હતું અને વલોપાત ઠાલવી જણાવી રહી હતી કે, મારા પતિએ મને આજે ધૂળેટી હોય બપોરે આવી જઈશ અને સાથે જમીશું એવું કહ્યું હતું. પણ મને ક્યાં ખબર હતી કે, મારી બપોર આવી હશે. રડતા-રડતા બોલતી આ અભાગી પત્નીના શબ્દો તમને પણ રડાવી દેશે.
પાર્સલ ડિલિવરી કરવા ગયાને આગની ચપેટમાં આવી ગયા
આ દુર્ઘટનામાં મૃતક અજયભાઇ ખીમજીભાઈ મકવાણા (ઉં.વ.31) રાજકોટમાં વીરસાવરકરનગરમાં રહેતા હતા અને સ્વિગીમાં નોકરી કરતા હતા. તેઓ દુર્ઘટનાગ્રસ્ત બિલ્ડિંગમાં પાર્સલ ડિલિવરી કરવા ગયાને આગની ચપેટમાં આવી જતા મોત નીપજ્યું હતું. મૃતક અજયભાઈને સંતાનમાં એક સાડા ત્રણ વર્ષની દીકરી છે જેનું નામ દિશા છે અને પરિવારમાં તે બે ભાઈમાં મોટા હતા.
‘મને ક્યાં ખબર હતી કે તેમની બપોર આવી હશે’
ઘટનાની જાણ થતાં પત્ની સહિત પરિવાર તાત્કાલિક હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો. પતિના સમાચાર સાંભળીને પત્ની ભાંગી પડી હતી. પત્નીએ રડતા રડતા કહ્યું કે મેં આજે તહેવાર માટે રજા રાખવાનું કહ્યું હતું પરંતુ તેઓએ રજા ન રાખી અને બપોરે આવી જઈશ સાથે જમીશું એમ કહ્યું હતું. મને ક્યાં ખબર હતી કે તેમની બપોર આવી હશે.
સ્વિગીના ડિલિવરી મેન અજયભાઈ બિલ્ડિંગમાં પાર્સલ ડિલિવરી કરવા ગયાને આગની ચપેટમાં આવી જતા મોત નીપજ્યું. અને છેલ્લે પત્ની અને સાડા ત્રણ વર્ષની દીકરીને રડતા છોડી ગયા. બિલ્ડિંગના છઠ્ઠા માળે ફ્લેટમાં ફર્નિચર કામ ચાલુ હતું જેમાં શોર્ટસર્કિટ થવાના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આગની ઘટના બનતા હાઇડ્રોલિક લિફ્ટ મારફત ઉપરના માળથી લોકોને નીચે ઉતારાયા હતા. ઉલ્લેખનીય છે કે રાજકોટના નામાંકિત જવેલર્સના માલિકો તેમજ નામાંકિત ડોક્ટર્સ પરિવાર આ એટ્લાન્ટિસ બિલ્ડિંગમાં રહે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech