હીટવેવ માટેનો ગુજરાતનો ત્રણ દિવસનો ટૂંકો રાઉન્ડ છેલ્લા દિવસે નબળો પડી ગયો છે અને આજે રાજકોટ, કચ્છ, સાબરકાંઠા, બનાસકાંઠા માટે હીટવેવનું જે યલો એલર્ટ આપવામાં આવ્યું હતું તેમાંથી રાજકોટ અને સાબરકાંઠાને મુક્ત કરવામાં આવ્યા છે. કચ્છ અને બનાસકાંઠામાં માત્ર આજના દિવસ માટે જ યલો એલર્ટ અમલમાં રહેશે.
આવતીકાલથી મહત્તમ તાપમાનમાં ત્રણ ડિગ્રી સુધીનો ઘટાડો થશે
હવામાન વિભાગના સત્તાવાર બુલેટિનમાં જણાવ્યા મુજબ આજે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાનમાં ખાસ ફેરફાર નોંધાશે નહીં. પરંતુ આવતીકાલથી મહત્તમ તાપમાનમાં ત્રણ ડિગ્રી સુધીનો ઘટાડો થશે અને આ ઘટાડો આગામી ચાર દિવસ સુધી ચાલુ રહેશે.
ભેજવાળા પવનના કારણે ગરમીમાં રાહત શરૂ થઈ
અરબી સમુદ્ર તરફથી ફુકાઈ રહેલા ભેજવાળા પવનના કારણે ગરમીમાં રાહત શરૂ થઈ છે.આજે પણ વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધારે રહ્યું હતું. પોરબંદર અને વેરાવળમાં 92% ભેજ આજે સવારે નોંધાયો છે. અમરેલીમાં 75, ભાવનગરમાં 62, ભુજમાં 81, દ્વારકામાં 85, કંડલામાં 83, ઓખામાં 78, રાજકોટમાં 77 અને સુરતમાં ૮૦ ટકા ભેજ આજે સવારે નોંધાયો છે.
ગઈકાલે કંડલા એરપોર્ટ પર 45 ડિગ્રી નોંધાયું હતું
બુધવારે સમગ્ર રાજ્યમાં સૌથી ઊંચું તાપમાન કંડલા એરપોર્ટ પર 45 ડિગ્રી નોંધાયું હતું. અમરેલીમાં 42.5 રાજકોટમાં 43.3 સુરેન્દ્રનગરમાં 43.7 ભુજમાં 41.5 વડોદરામાં 40.4 વલ્લભ વિદ્યાનગરમાં 40.3 ગાંધીનગરમાં 41.5 ડીસામાં 40.6 અને અમદાવાદમાં 41.9 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. આજે મોટાભાગના વિસ્તારમાં તાપમાનના પ્રમાણમાં સામાન્ય વધઘટ થશે પરંતુ આવતીકાલથી ચાર દિવસ માટે ઘટાડો નોંધાશે.
જમ્મુ કાશ્મીર લદાખ સહિતના આ વિસ્તારમાં ભારે વરસાદની આગાહી
દેશના દક્ષિણ, પૂર્વ અને પુર્વોતરના મોટાભાગના રાજ્યોમાં વરસાદ પડી રહ્યો છે. મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર માટે પણ વરસાદની ચેતવણી આપવામાં આવી છે. એક પ્રભાવશાળી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આજથી હિમાલયન રીજીયનને પ્રભાવિત કરી રહ્યું છે અને તેના કારણે જમ્મુ કાશ્મીર લદાખ સહિતના આ વિસ્તારમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમરેલી જિલ્લામાં ભારે વરસાદ વચ્ચે બચાવ કામગીરી: 24 નાગરિકોને રેસ્ક્યુ કરાયા...જુઓ વીડિયો
June 16, 2025 11:15 PMગુજરાતમાં મેઘતાંડવ: સૌરાષ્ટ્રમાં જળબંબાકાર, 10 જિલ્લામાં રેડ એલર્ટ, અમદાવાદમાં પણ ધોધમાર
June 16, 2025 09:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech