BREAKING NEWS

સૌરાષ્ટ્ર-કચ્છમાં મેઘરાજા તાંડવ કરશે? બે સિસ્ટમ સક્રિય થતા પાંચ દિવસ ભારે, અરબી સમુદ્રનુ વેલમાર્ક લો પ્રેસર ડિપ્રેશનમાં પરિવર્તિત

  • October 02, 2025 11:00 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


અરબી સમુદ્રના નોર્થ ઈસ્ટ હિસ્સામાં એટલે કે સૌરાષ્ટ્રના દરિયા નજીક સર્જાયેલું વેલમાર્ક લો પ્રેસર પશ્ચિમ દિશા તરફ ધીમે ધીમે આગળ વધી રહ્યું છે. આજે તે ડિપ્રેશનમાં પરિવર્તિત થયું છે અને દ્વારકાથી માત્ર નેવું કિલોમીટર દૂર છે.


દરિયામાં ધીમી ગતિએ આગળ વધતું આ ડિપ્રેશન ત્રણેક દિવસ સુધી દરિયામાં જ રહે અને ત્યાર પછી તે દરિયાકાંઠાના ક્યાં વિસ્તાર તરફ ત્રાટકશે તે જોવાનું રહેશે. અત્યારે આ સિસ્ટમ દ્વારકાથી 90, નલિયાથી 150 અને પોરબંદરથી ૩૪૦ કિમી દૂર છે. વેસ્ટ સાઉથ વેસ્ટ દિશા તરફ ગતિ કરે છે. દરિયામાં અત્યારે પ્રતિ કલાકના 55થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતો હોવાથી માછીમારોને દરિયામાં જવા દેવાતા નથી.


બંગાળની ખાડીમાં વેસ્ટ સેન્ટ્રલ દિશામાં સર્જાયેલું ડિપ્રેશન નોર્થ-નોર્થ વેસ્ટ દિશામાં પ્રતિ કલાકના 10 કિલોમીટરની ઝડપે આગળ વધી રહ્યું છે. આ સિસ્ટમ ડીપ ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ ગઈ છે અને ઓડીશા તથા આંધ્ર વચ્ચેના દરિયામાં ગોપાલપુરા અને પારાદીપ વચ્ચે આજે મધરાતથી આવતી કાલ વહેલી સવાર સુધીમાં ત્રાટકશે તેવી શક્યતા છે. બંગાળની ખાડીની આ સિસ્ટમના કારણે દરિયો તોફાની બન્યો છે અને પ્રતિ કલાકના 65 થી 70 કીલોમીટરની ઝડપે પવન ફૂંકાય છે.


અમુક જગ્યાએ ભારે વરસાદની પણ શક્યતા

આ બંને સિસ્ટમના કારણે સૌરાષ્ટ્ર કચ્છ ઉપરાંત રાજ્યના અનેક વિસ્તારોમાં આગામી તારીખ પાંચ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે અને અમુક જગ્યાએ ભારે વરસાદની પણ શક્યતા દર્શાવવામાં આવી છે. આ ઉપરાંત બંગાળની ખાડીની સિસ્ટમના કારણે ઓડિશા આંધ્રપ્રદેશ છતીસગઢ ઝારખંડ પશ્ચિમ બંગાળ આસામ મેઘાલય અરુણાચલ ઉત્તર પ્રદેશ બિહાર સહિતના રાજ્યોમાં પણ ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application