હવામાન વિભાગની આગાહી મુજબ સૌરાષ્ટ્ર-કચ્છમાં હાલ ચોમાસું સક્રિય હોવાથી આગામી સપ્તાહ દરમિયાન પણ વરસાદી માહોલ યથાવત રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. સોમવારથી બુધવાર દરમિયાન સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં ઘણા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ સાથે ગાજવીજ થવાની શક્યતા છે, જ્યારે કચ્છમાં છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે. ગુરુવારથી વરસાદનું પ્રમાણ થોડું ઘટવાની સંભાવના હોવા છતાં સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં અમુક સ્થળોએ વરસાદી ઝાપટાં ચાલુ રહેવાની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગે જણાવ્યું છે કે છેલ્લા ૨૪ કલાક દરમિયાન અમરેલી, ગીર સોમનાથ અને સુરેન્દ્રનગર જિલ્લામાં અલગ-અલગ સ્થળોએ ભારે વરસાદ જ્યારે અમરેલી, ગીર સોમનાથ અને દીવ જિલ્લામાં કેટલાક સ્થળોએ ખૂબ ભારે વરસાદ નોંધાયો હતો. હાલની અનુકૂળ સિસ્ટમોને ધ્યાનમાં રાખીને ખેડૂતો, માછીમારો અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે. સતત વરસાદને કારણે નદી-નાળા, ચેકડેમ અને જળાશયોમાં પાણીની આવક વધવાની શક્યતા હોવાથી સ્થાનિક વહીવટી તંત્રને પણ સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે. આગામી કેટલાક દિવસો સુધી સૌરાષ્ટ્ર-કચ્છમાં વાદળછાયું વાતાવરણ અને વરસાદી માહોલ યથાવત રહે તેવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application