BREAKING NEWS

ઇન્ડોનેશિયા: જંગલની આગ ઓલવી રહેલું હેલિકોપ્ટર ક્રેશ, વોટર-બોમ્બિંગ ઓપરેશન દરમિયાન સર્જાઈ દુર્ઘટના

  • November 08, 2026 10:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઇન્ડોનેશિયામાં જંગલની ભીષણ આગ ઓલવવા માટે પાણી છાંટવાની કામગીરી કરી રહેલું એક હેલિકોપ્ટર દક્ષિણ કાલીમંતનની બારિતો નદીમાં દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું છે. આ અકસ્માતમાં હેલિકોપ્ટરમાં સવાર ક્રૂના 2 ઓસ્ટ્રેલિયન સભ્યોનો આબાદ બચાવ થયો છે, જ્યારે 1 ઇન્ડોનેશિયન નાગરિક હજુ પણ લાપતા છે.


આ ભયાનક અકસ્માત ત્યારે સર્જાયો જ્યારે હેલિકોપ્ટર આગ ઓલવવા માટે નદીમાંથી પાણી ભરી રહ્યું હતું. ઉલ્લેખનીય છે કે આ અગાઉ બુધવારે પણ બોર્નિયો નજીક એક લશ્કરી હેલિકોપ્ટર ક્રેશ થવાની ઘટના બની હતી, જેમાં 3 લોકોના મોત નીપજ્યા હતા.


નદીમાંથી પાણી ભરતી વખતે સર્જાયો અકસ્માત

રાષ્ટ્રીય આપદા શમન એજન્સીના પ્રવક્તા બર્ટન પંજૈતાને આપેલી માહિતી મુજબ, આ દુર્ઘટના રવિવારે ઘટી હતી જ્યારે હેલિકોપ્ટર 'વોટર-બોમ્બિંગ ઓપરેશન' હેઠળ જંગલની આગ બુઝાવવા માટે નદીમાંથી પાણી ભરી રહ્યું હતું. સોશિયલ મીડિયા પર સામે આવેલા એક વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે બારિતો નદીમાંથી 'બેમ્બી બકેટ' (પાણી ભરવાની ખાસ ડોલ) માં પાણી ભર્યાની થોડી જ ક્ષણોમાં હેલિકોપ્ટરનું સંતુલન ખોવાઈ ગયું હતું અને તે સીધું પાણીમાં જઈને તૂટી પડ્યું હતું.


પ્રવક્તાના જણાવ્યા અનુસાર, દુર્ઘટનાનો ભોગ બનેલું 'યુરોકોપ્ટર EC225LP સુપર પુમા' હેલિકોપ્ટર એક ખાનગી કંપનીનું હતું, જેને આપદા શમન એજન્સી દ્વારા આગ બુઝાવવાના કામ માટે કરારબદ્ધ કરવામાં આવ્યું હતું. આ દુર્ઘટનામાં બચેલા ક્રૂના બંને સભ્યો ઓસ્ટ્રેલિયાના નાગરિક છે, જેમને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા છે. જ્યારે ત્રીજા સભ્ય, જેઓ ઇન્ડોનેશિયન નાગરિક છે, તેમની શોધખોળ હજુ પણ ચાલુ છે.


થોડા જ દિવસોમાં બની બીજી મોટી દુર્ઘટના

બોર્નિયો ટાપુના દક્ષિણ કાલીમંતન પ્રાંતમાં બનેલી આ ઘટના, આગ બુઝાવતા વિમાનો સાથે જોડાયેલી થોડા જ દિવસોમાં બીજી મોટી કરૂણાંતિકા છે. આ પહેલા બુધવારે તંજુંગ પુટિંગ નેશનલ પાર્ક નજીક આગ બુઝાવવાના મિશન પર નીકળેલું એક લશ્કરી હેલિકોપ્ટર સમુદ્રનું પાણી ભરતી વખતે દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું હતું, જેમાં 3 લોકોએ પોતાના પ્રાણ ગુમાવ્યા હતા. જણાવી દઈએ કે તંજુંગ પુટિંગ નેશનલ પાર્ક એક સંરક્ષિત ક્ષેત્ર છે, જે અત્યંત લુપ્તપ્રાય 'બોર્નિયન ઓરંગુટાન' સહિત અનેક દુર્લભ વન્યજીવોનું કુદરતી નિવાસસ્થાન છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application