શહેરના જીવરાજ પાર્ક વિસ્તારમાં રહેતા પરિવારના લોકો વતન ગયાની ગેરહાજરીમાં 15 વર્ષની સગીર પુત્રીને ભગાડી જઇ રૂમ ભાડે રાખી દુષ્કર્મ ગુજારવાના ગુનામાં જેલહવાલે રહેલા આરોપીની હાઇકોર્ટે જામીન અરજી મંજૂર કરતો હુકમ કર્યો છે. આ અંગેની હકીકત મુજબ, શહેરના જીવરાજપાર્ક વિસ્તારમાં માવતર લગ્ન પ્રસંગે વતન ગયા હતા તે દરમિયાન ઘેર એકલી રહેલી 15 વર્ષની સગીરાને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી બદકામ કરવાના ઇરાદે ધીરજ પ્રમોદરાય જગન્નાથ નામનો યુવાન અપહરણ કરી ગયા અંગેની તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ હતી. બાદમાં પોલીસે તપાસ ચલાવી આરોપીને સગીરા સાથે ભાડે રાખેલી રૂમમાંથી ઝડપી પાડી પ્રાથમિક તેમજ વૈજ્ઞાનિક તપાસ કરી હતી. તેમાં સગીરા પર દુષ્કર્મ આચર્યાનું ખુલતા પોલીસે આઈ.પી.સી. કલમ ૩૬૬, ૩૭૬(૨)(એન), ૩૭૬(૩) તેમજ પોકસો એકટની કલમ ૪, ૬ મુજબ ચાર્જશીટ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આરોપી ધીરજ જગન્નાથે જામીન ઉપર છુટવા સ્પેશિયલ પોક્સો કોર્ટમાં જામીન અરજી કરી હતી. જેમાં ભોગ બનનારે પોતાના પોલીસ સમક્ષના નિવેદનમાં આરોપીના કૃત્યથી સગીરા બન્ને આંખે અંધ થઇ ગઈ હોવાની ફરિયાદ પક્ષની રજૂઆતો દલીલોથી આરોપીના કૃત્યની ગંભીરતાને ધ્યાને લઇ નીચેની કોર્ટે અને પોકસો અદાલતમાં જામીન અરજી નામંજુર કરી હતી. આ હુકમ બાદ આરોપીએ હાઈકોર્ટમાં પોતાના વકીલ મારફત રેગ્યુલર જામીન અરજી કરી હતી. જે જામીન અરજી ચાલવા ઉપર આવતા આરોપી પક્ષથી મુખ્ય દલીલ એ હતી કે સગીરા શારીરિક સંબંધને કારણે નહીં પરંતુ વંશાનુગત અંધાપો છે, સગીરાની બહેન પણ અંધ છે, તેથી એ રજૂઆત ગ્રાહ્ય રાખી શકાય નહીં તેવી દલીલો તેમજ મૈાખીક અને લેખીત પુરાવાને ધ્યાનમાં લઈ હાઈકોર્ટ દ્વારા આરોપી ધીરજ પ્રમોદરાય જગન્નાથને રેગ્યુલર જામીન ઉપર મુકત કરવાનો હુકમ ફરમાવ્યો છે. આ કામમાં આરોપી વતી એડવોકેટ જીજ્ઞેશ એમ. સભાડ, રણજીત બી. મકવાણા, યોગેશ એ.જાદવ, અભય ચાવડા, વિશાલ રોજાસરા, વિક્રમ કિહલા, ગુજરાત હાઈકોર્ટમાં એડવોકેટ મેહુલ એસ. પાડલીયા રોકાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબે તબક્કામાં થશે વસ્તી ગણતરી, કેન્દ્ર સરકારે જાહેરનામું બહાર પાડ્યું
June 16, 2025 03:08 PMભક્તિનગર સર્કલ પાસે ગીતાંજલી હોલમાં જુગાર રમતા બે મહિલા સહિત ૯ ઝડપાયા
June 16, 2025 03:07 PMરેલવેમાં ઓનલાઇન તત્કાલ ટિકિટ માટે 'આધાર' સહિતના નવા નિયમો
June 16, 2025 03:05 PMબનારસ, ગૌહાટી, કામખ્યા એક્સપ્રેસ ટ્રેન આગ્રાફોર્ટને બદલે ઇદગાહ સ્ટેશને ઉભી રહેશે
June 16, 2025 03:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech