શરીરને યોગ્ય રીતે કાર્ય કરવા માટે હોર્મોન્સની જરૂર છે. શરીરની વિવિધ ગ્રંથીઓમાં હોર્મોન્સ છે અને લોહીની સાથે શરીરના વિવિધ ભાગોમાં હોર્મોન્સ પહોંચે છે, જે વિકાસ, ચયાપચય, રોગપ્રતિકારકશક્તિ અને લાગણીઓને પ્રભાવિત કરે છે, તેમજ વજનને નિયંત્રિત કરે છે. ધણીવાર હોર્મોન્સ અનબેલેન્સને કારણે વજન ઝડપથી વધવા લાગે છે વજનને નિયંત્રણ રાખવું મુશ્કેલ બની જાય છે.
થાઇરોઇડ
થાઈરોઈડ ગ્રંથિ ઓછું થાઈરોઈડ હોર્મોન ઉત્પન્ન કરે છે, તો તે પચાનક્રીયાને ધીમું કરે છે અને કેલરી બર્ન કરવાની પ્રક્રિયાને અસર કરે છે, જેથી વજન વધી શકે છે.આ સમસ્યાને કારણે ઘણા પ્રયત્નો કરવા છતાં વજન ઘટતું નથી.
ઇન્સ્યુલિન
શરીર ઇન્સ્યુલિનનો યોગ્ય રીતે ઉપયોગ ન કરે તો બ્લડ શુગર લેવલ વધવા લાગે છે. જે શરીરમાં શુગરને ચરબીમાં ફેરવે છે અને ચરબીને સંગ્રહિત કરે છે, જેનાથી વજન વધે છે. જે ડાયાબિટીસ ટાઇપ 2 નું લક્ષણ છે.
કોર્ટીસોલ
કોર્ટિસોલને સ્ટ્રેસ હોર્મોન કહેવામાં આવે છે. જ્યારે તણાવ વધે છે, ત્યારે શરીરમાં કોર્ટિસોલ વધવા લાગે છે. જો કોર્ટિસોલ શરીરમાં મોટી માત્રામાં ઉત્પન્ન થવા લાગે છે, તો તે ચરબી વધારવાનું શરૂ કરે છે, ખાસ કરીને પેટની આસપાસ ચરબી વધારે છે તેથી વજન વધે છે.
એસ્ટ્રોજન
સ્ત્રીઓમાં વજન વધવાનું સૌથી મોટું કારણ એસ્ટ્રોજન હોર્મોન છે. ગર્ભાવસ્થા અને મેનોપોઝ દરમિયાન, આ હોર્મોન શરીરમાં ઝડપથી બદલાય છે, જેના કારણે હિપ્સ અને થાયના વિસ્તારમાં ચરબી જમા થવા લાગે છે.અને વજન વધે છે.
લેપ્ટિન
લેપ્ટિન એ હોર્મોન છે જે ભૂખને નિયંત્રિત કરે છે. આ શરીરને સંકેત આપે છે કે પેટ ભરેલું છે.પણ જો લેપ્ટિન હોર્મોન યોગ્ય રીતે કામ ન કરે તો વારંવાર ભૂખ લાગે છે અને વધુ પડતું ખાવાથી વજન વધે છે.
હોર્મોનલ અસંતુલન માટે શું કરવું?
હોર્મોનલ અસંતુલન માટે ડૉક્ટર અથવા એન્ડોક્રિનોલોજિસ્ટ પાસે તપાસ કરાવવી
હોર્મોનલ અસંતુલનને નિયંત્રિત કરવા માટે, પોષ્ટિક આહાર લો
દરરોજ વર્કઆઉટ, વોક, રનિંગ ધ્યાન, યોગ કરો અને શારીરિક પ્રવૃત્તિ વધારો જેથી
તણાવમાં ઘટાડો થાશે.
સારી અને પૂરતી ઊંઘ લો જે હોર્મોનલ સંતુલન જાળવવામાં મદદ કરે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાત ટાઇટન્સની શાનદાર જીત: હૈદરાબાદને 38 રને હરાવી પોઇન્ટ્સ ટેબલમાં બીજા ક્રમે
May 02, 2025 11:52 PMપડધરીમાં બાંગ્લાદેશી ઘુસણખોર ઝડપાઈ, પાસપોર્ટ-વિઝા વિના ગેરકાયદેસર પ્રવેશ
May 02, 2025 09:12 PMઆર્જેન્ટિનામાં 7.5ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી જાહેર
May 02, 2025 09:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech