BREAKING NEWS

નાના પાટેકરનું કાર્ડિયાક એરેસ્ટથી નિધન, જાણો હાર્ટ એટેકથી કાર્ડિયાક કેટલો અલગ, કેવી રીતે બને છે જીવલેણ

  • October 08, 2026 11:46 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બોલીવૂડના દિગ્ગજ અભિનેતા નાના પાટેકરનું કાર્ડિયાક એરેસ્ટથી નિધન થતા ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં શોકની લહેર વ્યાપી ગઈ છે.


કાર્ડિયાક અરેસ્ટ એક ગંભીર અને જીવલેણ તબીબી સ્થિતિ છે. સરળ ભાષામાં સમજીએ તો હૃદયના ધબકારાને નિયંત્રિત કરતી ઇલેક્ટ્રિકલ સિસ્ટમમાં અચાનક ખામી સર્જાતા હૃદય સામાન્ય રીતે ધબકવાનું બંધ કરી દે છે. પરિણામે શરીરમાં લોહીનું પમ્પિંગ અટકી જાય છે અને મગજ સહિતના મહત્વપૂર્ણ અંગોને ઓક્સિજન મળવાનું બંધ થઈ શકે છે. ઘણા લોકો હાર્ટ એટેક અને કાર્ડિયાક અરેસ્ટને એક જ સમસ્યા માને છે, પરંતુ બંને અલગ છે. હાર્ટ એટેકમાં હૃદય સુધી લોહી પહોંચાડતી ધમનીમાં બ્લોકેજ સર્જાય છે, જ્યારે કાર્ડિયાક અરેસ્ટમાં હૃદયની ઇલેક્ટ્રિકલ પ્રવૃત્તિ અચાનક ખોરવાય છે. 

જોકે, હાર્ટ એટેક કેટલાક કિસ્સામાં હૃદયની ઇલેક્ટ્રિકલ સિસ્ટમને અસર કરીને કાર્ડિયાક અરેસ્ટનું કારણ બની શકે છે. કાર્ડિયાક અરેસ્ટના જોખમમાં અનિયમિત ધબકારા, અગાઉ હાર્ટ એટેક આવી ચૂક્યો હોવો, હાર્ટ ફેલ્યોર, હૃદયની માંસપેશીઓની બીમારી, જન્મજાત હૃદયની સમસ્યાઓ અને ઇલેક્ટ્રિકલ સિસ્ટમની ખામીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત શરીરમાં ગંભીર ઓક્સિજનની અછત, વધુ પડતું રક્તસ્ત્રાવ, ગંભીર ઇન્ફેક્શન, કેટલીક દવાઓની અસર અથવા ઝેરી પદાર્થોના સંપર્કથી પણ કાર્ડિયાક અરેસ્ટ થઈ શકે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application