દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ અને રાજ્યસભા સાંસદ સોનિયા ગાંધીને નોટિસ ફટકારી હતી. ખાસ ન્યાયાધીશની કોર્ટે સોનિયા ગાંધીને ૧૯૮૦માં ભારતીય નાગરિકતા પ્રાપ્ત કરતા પહેલા મતદાર યાદીમાં પોતાનું નામ ઉમેરવાના આરોપમાં નોટિસ ફટકારી હતી.
કોર્ટમાં એક અરજી ફગાવી દેવા સામે રિવિઝન અરજી દાખલ કરવામાં આવી હતી અને કોર્ટે સોનિયા ગાંધીને નોટિસ ફટકારી હતી. સોનિયા ગાંધીને ભારતીય નાગરિકતા પ્રાપ્ત કરતા પહેલા મતદાર યાદીમાં પોતાનું નામ ઉમેરવા અંગે નોટિસ ફટકારવામાં આવી હતી. કોર્ટે કેસની સુનાવણી કરી હતી, જેમાં તેમના પર ૧૯૮૩માં નાગરિકતા પ્રાપ્ત કરતા પહેલા ૧૯૮૦માં મતદાર યાદીમાં પોતાનું નામ ઉમેરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.
અરજદાર વિકાસ ત્રિપાઠીએ મેજિસ્ટ્રેટ કોર્ટના આદેશને પડકાર્યો છે જેણે સોનિયા ગાંધી સામે એફઆઈઆર નોંધવાની વિનંતીને ફગાવી દીધી હતી. તેમણે આરોપ લગાવ્યો હતો કે સોનિયા ગાંધીનું નામ ૧૯૮૦માં નવી દિલ્હી વિધાનસભા મતવિસ્તારની મતદાર યાદીમાં સામેલ કરવામાં આવ્યું હતું, ભલે તેઓ ૧૯૮૩માં ભારતીય નાગરિક બન્યા હતા. અરજીમાં જણાવાયું છે કે આ સૂચવે છે કે પહેલીવાર તેમનું નામ ઉમેરવા માટે બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કરવામાં આવ્યો હોઈ શકે છે.
વિકાસ ત્રિપાઠીએ દલીલ કરી હતી કે આ કેસ એક દખલપાત્ર ગુનો છે અને એફઆઈઆર નોંધવી જોઈએ. એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ (એસીએમએમ) વૈભવ ચૌરસિયાએ 11 સપ્ટેમ્બરના રોજ આપેલા આદેશમાં અરજી ફગાવી દીધી હતી. એસીએમએમએ જણાવ્યું હતું કે મતદાર યાદી સંબંધિત મુદ્દાઓની તપાસ કરવી કોર્ટના અધિકારક્ષેત્રની બહાર છે અને આમ કરવાથી બંધારણની કલમ 329નું ઉલ્લંઘન થશે, કારણ કે બંધારણીય સંસ્થાઓને આવા મામલાઓની દેખરેખ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. પરિણામે, ત્રિપાઠીએ કોર્ટમાં નવી અરજી દાખલ કરી, અને સોનિયા ગાંધીને નોટિસ જારી કરવામાં આવી.
કોર્ટે સોનિયા ગાંધી પાસેથી જવાબ માંગ્યો છે રાઉઝ એવન્યુ કોર્ટે સોનિયા ગાંધી અને દિલ્હી પોલીસને નોટિસ જારી કરીને નાગરિકતા પ્રાપ્ત કર્યા વિના કથિત રીતે છેતરપિંડીથી મતદાર યાદીમાં નામ સામેલ કરાવવા બદલ દાખલ કરાયેલી રિવિઝન અરજી પર જવાબ માંગ્યો છે. અરજદારે જણાવ્યું હતું કે સોનિયા ગાંધીએ ૩૦ એપ્રિલ ૧૯૮૩ ના રોજ નાગરિકતા મેળવી હતી જ્યારે તેમનું નામ ૧૯૮૦ ની મતદાર યાદીમાં સામેલ હતું. અરજીમાં પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો હતો કે ૧૯૮૦ માં નવી દિલ્હીની મતદાર યાદીમાં તેમનું નામ કેવી રીતે સામેલ કરવામાં આવ્યું. ૧૯૮૨ માં સોનિયા ગાંધીનું નામ કાઢી નાખવામાં આવ્યું. મતદાર યાદીમાંથી તેને કેમ કાઢી નાખવામાં આવ્યું. અરજીમાં પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો હતો કે ૧૯૮૩ માં જ્યારે તેમણે નાગરિકતા મેળવી ત્યારે ૧૯૮૦ માં કયા દસ્તાવેજોના આધારે તેમનું નામ મતદાર યાદીમાં સામેલ કરવામાં આવ્યું હતું, શું નકલી દસ્તાવેજોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.