BREAKING NEWS

ગુજરાતમાં કેવી રીતે થાય છે ભાજપ પ્રદેશ પ્રમુખની પસંદગી, કમલમમાં ભાજપનું સસ્પેન્સ નેતાઓના ધબકારા વધારશે

  • October 03, 2025 09:39 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખની ચૂંટણી કાર્યક્રમ જાહર થઈ ચૂક્યા છે. ત્યારે હાલ ગુજરાતભરમાં હાલ સૌ કોઈના મુખે એક જ વાત છે કે ભાજપ નવા પ્રદેશ પ્રમુખ કોને બનાવશે? આ બધાની વચ્ચે એ પણ જાણવું જરૂરી છે કે ગુજરાતમાં કેવી રીતે ભાજપ પ્રદેશ પ્રમુખની પસંદગી કરવામાં આવે છે. આજે પ્રદેશ ભાજપના મુખ્ય કાર્યાલય કમલમમાં સસ્પેન્સ થ્રીલર જેવો માહોલ રહેશે. કારણ કે ભાજપ હર હંમેશ સરપ્રાઈઝ આપવામાં માહેર છે. 


આ રીતે ભાજપ પ્રદેશ પ્રમુખની પસંદગી થાય છે

ગુજરાતમાં ભાજપમાં પ્રદેશ પ્રમુખ અને મુખ્યમંત્રી બન્નેના જ્ઞાતિ સમીકરણ આધારે નિમણૂક થતી હોય છે. પાટીદાર અને OBC અથવા સવર્ણ અને ઓબીસી એમ ગણિત આંકવામાં આવે છે. પ્રદેશ પ્રમુખ અને મુખ્યમંત્રી એક જ જ્ઞાતિમાંથી હોય તેવું ભાગ્યે જ બનતું હોય છે. છેલ્લી બે ટર્મથી ઓબીસી અને સવર્ણ એમ જ્ઞાતિ સમીકરણ આધારે નિમણૂક આપવામાં આવે છે. સીએમ સવર્ણ હોય તો પ્રદેશ પ્રમુખ ઓબીસી હોય તેવા સમીકરણ બેસાડવામાં આવે છે.


નવા પ્રમુખના નામોને લઈ ચર્ચા શરૂ

ગુજરાતમાં ભાજપ પ્રદેશની જવાબદારી કોને સોંપવામાં આવશે તેને લઈને હવે ચર્ચા શરુ થઈ ગઈ છે. સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ ભાજપના પ્રદેશ અધ્યક્ષ તરીકે જગદીશ વિશ્વકર્મા, મયંક નાયક, બાબૂ ઝેબલીયા, ઉદય કાનગડ, શંકર ચૌધરી અને અર્જૂનસિંહ ચૌહાણના નામોની ચર્ચા થઈ રહી છે અને કેન્દ્રીય નેતૃત્વની મહોર નામ પર વાગી શકે છે. ચૂંટણી જાહેર કરવી એ ભાજપ પક્ષના બંધારણની પ્રક્રિયા પરંતુ એક જ વ્યક્તિ ફોર્મ ભરે છે.


અમિત શાહ પણ હાજર રહેશે

પ્રદેશ પ્રમુખની ચૂંટણી માટે યોજાનાર મતદાન પ્રક્રિયામાં કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહ, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને ધારાસભ્યો સહિત 250થી વધારે લોકો મતદાન કરશે. છેલ્લા ઘણા મહિનાઓથી ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખના નામને લઇને ભારે સસ્પેન્સ હતું, એ સસ્પેન્સ પરથી પરદો ઉંચકાવવા જઇ રહ્યો છે. ભલે કોણ પ્રદેશ પ્રમુખ બનશે તે હાલ સ્પષ્ટ ન થયું હોય પરંતુ એટલું તો હવે સ્પષ્ટ થઇ ગયું છે કે 4 ઓક્ટોબરે ગુજરાત ભાજપને તેના નવા પ્રદેશ પ્રમુખ મળી જશે.


ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ ની ચૂંટણીનો કાર્યક્રમ 

ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષની વરણીને લઈને કાઉન્ટ ડાઉન શરૂ થઇ ચુક્યું છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષની ચૂંટણી સંબંધિત કાર્યક્રમની જાહેરાત કરવામાં આવતા લાંબા સમયથી ચાલી રહેલી અટકળોનો અંત આવ્યો છે. આજે ત્રીજી ઓક્ટોબરના રોજ ગુજરાત રાજ્યના પ્રદેશ પ્રમુખ અને રાષ્ટ્રીય પરિષદના સભ્યોની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે સવારે 11થી બપોરે 2:00 વાગ્યા સુધી ફોર્મ સ્વીકારવામાં આવશે અને બપોરે ત્રણથી સાંજના ચાર સુધી ફોર્મની ચકાસણી હાથ ધરાશે. સાંજે પાંચથી સાડા પાંચ વાગ્યા સુધી ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા હાથ ધરાશે. આવતીકાલે ચોથી ઓક્ટોબરના રોજ સવારે 10 થી 11:00 મતદાન થશે. મતગણતરી પ્રદેશ પ્રમુખના નામની જાહેરાત 12:00 વાગ્યાની આસપાસ કરવામાં આવશે. આ તમામ પ્રક્રિયા ઉદય કાનગડના નેતૃત્વ હેઠળ સંપન્ન થશે. તેમની ચૂંટણી અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application