ગુજરાત રાજયના શહેરી વિકાસ વિભાગના અગ્ર સચિવ અશ્વિની કુમાર આજે રાજકોટ મહાનગરપાલિકા દ્રારા થતી સિટી બ્યુટીફિકેશનની કામગીરી નિહાળવા માટે રાજકોટ શહેરની બ મુલાકાતએ આવ્યા હતા અને શહેરના વિવિધ વિસ્તારોમાં ફરીને સ્થળ નિરીક્ષણ કયુ હતું. દરમિયાન મ્યુનિ.ઇજનરો અને અધિકારીઓ તો સચિવને પોશ વિસ્તારોમાં બ્યુટીફીકેશન નિહાળવા લઇ ગયા હતા પરંતુ આ વેળાએ અશ્વિનીકુમારની ચકોર નજરમાં ડામર રોડ ઉપરના ખાડા આવી ગયા હતા આથી તેમણે સાથે રહેલા મ્યુનિ.ઇજનેરોને પુછયું હતું કે ડામર રસ્તા ઉપરના કેટલા ખાડા રિપેર થયા ? રોડ રિપેરીંગનું કામ કેટલે પહોંચ્યું ? એકાએક આવો સવાલ સાંભળીને ઇજનેરો ખુલાસા કરવા લાગ્યા હતા.
મ્યુનિ.ઇજનરોએ એવા પ્રત્યુત્તરમાં એવા ખુલાસા આપ્યા હતા કે કામ ચાલું જ છે, મુખ્ય માર્ગેા ઉપરના લગભગ ખાડા રિપેર થઇ ગયા છે. આ વર્ષે વરસાદ મોડે સુધી વરસ્યો તેથી ડામર પ્લાન્ટ મોડા ચાલુ થયા તેથી કામમાં વિલબં થયો. ડામર રોડના કામનું ટેન્ડર મોડું થયું તેથી નવા કામો થોડા મોડા શ થયા જેવા ખુલાસા રજૂ કર્યા હતા. દરમિયાન મુખ્યમાર્ગેા ઉપરના મોટા ભાગના ખાડા રિપેર થઇ ગયા છે તેવો પ્રત્યુતર સાંભળ્યા બાદ શહેરી વિકાસ વિભાગના અગ્ર સચિવ અશ્વિનીકુમારએ કહ્યું કે જો મુખ્ય માર્ગેા ઉપરના ખાડા રિપેર થઇ ગયા હોય તો હવે આંતરિક રસ્તાઓનું રિપેરિંગ શ કરો, સ્થાનિક લોકોને કે વાહન ચાલકોને ખરાબ રસ્તાને કારણે તકલીફ ન પડે તે જોવા તેમણે ખાસ તાકિદ કરી હતી. તદઉપરાંત અમુક સૂચનો પણ કર્યા હતા.
મહાપાલિકાના અધિકારીઓ અને ઇજનેરો સાથેની વાતચીત દરમિયાન એક તબક્કે તેમણે એમ પણ કહ્યું હતું કે આજથી ૨૦ વર્ષ પૂર્વે હત્પં રાજકોટમાં કામ કરી ચૂકયો છું માટે રાજકોટની ભૂગોળથી વાકેફ છું સાથે જ તેમણે ઉમેયુ હતું કે ૨૦ વર્ષમાં રાજકોટ ઘણું વિકસી ગયું છે, એકંદરે તેમણે રાજકોટના વિકાસથી સંતોષ વ્યકત કર્યેા હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટ શહેરમાં ચોમાસામાં વરસાદ બાદ ડામર રસ્તા ઉપર પડેલા ખાડાનો વોર્ડવાઇઝ ડિટેઇલ સર્વે કરવામાં આવ્યો હતો જેમાં સમગ્ર શહેરમાં કુલ ૧૨,૦૦૦ ખાડા પડાનો સરકારમાં રિપોર્ટ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ રસ્તા રિપેરિંગ શ કરવામાં આવ્યું હતું.
મહત્વપૂર્ણ છે કે શહેરી વિકાસ વિભાગના અગ્ર સચિવ અશ્વિનીકુમાર દ્રારા હાલ સુધીમાં યોજાયેલી દરેક વિડિયો કોન્ફરન્સ તેમજ અન્ય રિવ્યુ મીટીંગમાં ચોમાસા બાદ રસ્તા રીપેરીંગનું કામ એટલે પહોંચ્યું અને તે કામગીરી ઝડપથી પૂર્ણ કરવા અને લોકોને તકલીફ ન પડે તે જોવા અવારનવાર સૂચનાઓ આપવામાં આવતી હતી. યારે આજે રાજકોટ શહેરની સાઈટ વિશે દરમિયાન તેમણે વાસ્તવિકતા નજરે નિહાળી હતી
અગ્ર સચિવે પુછયું, બેડી ચોકડીથી માધાપર ચોકડીનો રસ્તો કેમ આટલી હદે ખરાબ છે?
શહેરી વિકાસ વિભાગના અગ્ર સચિવ અશ્વિની કુમારને બેડી ચોકડીથી માધાપર ચોકડી સુધીના રોડ ઉપરથી પસાર થવાનું થતા તેમણે આ રસ્તો કેમ આટલી ખરાબ હાલતમાં છે ? તેવો સવાલ પુછીને સ્ટેટ હાઇવે કે નેશનલ હાઇવે જેમના હેઠળ આવતો હોય તેમની સાથે સંકલન કરીને વહેલી તકે રિપેર કરવા ઉપસ્થિતોને સુચના આપી હતી.
શહેરમાં બ્યુટીફિકેશનને બિરદાવ્યું તથા જનભાગીદારી માટે સુચન
સિટી બ્યુટીફીકેશનની કામગીરી નિહાળી અગ્ર સચિવ અશ્વિનીકુમારએ પ્રસન્નતા સાથે સંતોષ વ્યકત કર્યેા હતો સાથે જ એવું સૂચન કયુ હતું કે ફકત મહાપાલિકા જ બ્યુટીફીકેશન કરે તેના બદલે અન્ય સરકારી વિભાગો–કચેરીઓ, સ્કૂલ–કોલેજ તેમજ એનજીઓને સાથે જોડીને જનભાગીદારી માટે પ્રયાસ કરો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાત ટાઇટન્સની શાનદાર જીત: હૈદરાબાદને 38 રને હરાવી પોઇન્ટ્સ ટેબલમાં બીજા ક્રમે
May 02, 2025 11:52 PMપડધરીમાં બાંગ્લાદેશી ઘુસણખોર ઝડપાઈ, પાસપોર્ટ-વિઝા વિના ગેરકાયદેસર પ્રવેશ
May 02, 2025 09:12 PMઆર્જેન્ટિનામાં 7.5ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી જાહેર
May 02, 2025 09:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech