સમાન સિવિલ કોડ યાને યુસીસીના વિરોધમાં વાંકાનેરમાં મુસ્લિમ સમુદાયની વિશાળ મૌનરેલી નીકળી હતી. રવિવારે અડધો દિવસ બજારો ખુલ્લ ી રહેતી હોય છે પરંતુ આ રેલીના આયોજનને પગલે વેપારીઓએ ગ્રીનચોક સહિત રેલીના રૂટ મુજબના રસ્તાઓમાં વેપારીઓએ સ્વયંભૂ બધં પાળેલ જોવા મળ્યો હતો.
આ રેલીમાં વાંકાનેરના પુર્વ ધારાસભ્ય જાવેદભાઈ પીરઝાદા, વાંકાનેર તાલુકા પંચાયતના પુર્વ પ્રમુખ ગુલમહંમદભાઈ બ્લોચ, માર્કેટીંગ યાર્ડના ચેરમેન ગુલામભાઈ પરાસરા, વકીલ–નોટરી પીર સૈયદ શકીલ એહમદ પીરઝાદા, વાંકાનેરના સિનિયર પત્રકાર અનેે મુસ્લિમ સમાજના મહામંત્રી મહંમદભાઈ રાઠોડ તેમજ ભાટી એન સહિત અન્ય મીડીયા કર્મીઓ, જિલ્લ ા પંચાયતના ઈસ્માઈલ બાદી, વાંકાનેરના સૈયદ બશીરબાપુ, તબ્લીગ જમાતના મૌલાના નુરમહમદભાઈ ગાઝી, ઈરફાન પીરઝાદા, હાજી અ. ગફાર રાઠોડ, જાકીરભાઈ બ્લોચ, મ્યુ. સભ્યો અશરફ ચૌહાણ, રઝાઝ તરીયા, ફારૂકભાઈ તરીયા, સિપાઈ જમાત, ઘાંચી પીંજારા, મકરાણી, મોમીન, ફકીર, પઠાણ, કુરેશી જમાતના અગ્રણીઓ સહિત પીપળીયા રાજ ગૌષે સમદાની, પાંચદુવારકા મદ્રેસા, પલાંસકી મદ્રેસા ઉપરાંત તાલુકાના રાજાવડલા, અમરસર, તીથવા, વાલાસડ, કોઠારીયા, ટોળ, અમરાપર ઉપરાંત શહેરી વિસ્તારના મીલપ્લોટ, હશનપર, શકિતપરા અને તાલુકાના અન્ય ગામો પંચાસર, રાતીદેવરી, રાણેકપર, વઘાસીયા, પંચાસીયા, વાંકીયા, ચંદ્રપુર, લાલપ લીંબાળા, જોધપર, મહીકા, ગારીડા, ભલગામ, સમઢીયાળા, સિંધાવદર, કણકોટ, ખીજડીયા, ખેરવા સહિતના શહેર અને તાલુકાભરના ૫૪ ગામોના મુસ્લિમ આગેવાનો, મસ્જીદ, મદ્રેસાઓના આલીમો સહિત યુવાનો મોટી સંખ્યામાં આ રેલીમાં જોડાયા હતા.
પુર્વ ધારાસભ્ય જાવેદભાઈ પીરઝાદાના પુત્ર કાસાની પીરઝાદા, મકસુદ રાઠોડ સહિત રેલીમાં પીર સૈયદ શકીલ પીરઝાદાએ સંવિધાનની બુક હાથમાં લઈ અમે આ સંવિધાનના સમર્થન સાથે જ ચાલીશુ તેવું આહવાન કયુ હતું અને આ યુસીસી રદ કરવા તથા નવા વકફ કાયદાનો વિરોધ કરી તેને રદ કરવાની માંગણી બુલદં કરી હતી. નાયબ કલેકટરને આવેદન પાઠવ્યા બાદ આ રેલીમાં શામેલ થવા બદલ વાંકાનેર શહેર અને તાલુકા મુસ્લિમ સમાજ દ્રારા દરેક સામાજીક, ધાર્મિક, રાજકીય અગ્રણીઓ, યુવાનો તથા વહીવટી તંત્ર, પોલીસ વિભાગ અને પત્રકાર મિત્રોનો આભાર વ્યકત કર્યેા હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech