રાજકોટના રૈયારોડ કનૈયાચોકમાં થોડા દિવસો પૂર્વે યુવક પર છરીથી થયેલા હુમલાની ઘટનામાં ગાંધીગ્રામ પોલીસે એક બાળ આરોપી સહિત પાંચની અટકાયત કરી હતી.એક બાળ આરોપીને પોલીસ સ્ટેશનમાં ક્રૂરતા આચરી બાળ આરોપીના માથાના મૂળમાંથી વાળ ખેંચી કાઢતા આ કૃત્યનો વીડિયો ઉતારવાના ચકચારી બનાવના પડઘા છેક માનવ અધિકારપંચ સુધી પહોંચ્યા બાદ રાજ્ય પોલીસ વડા ને નોટિસ ફટકારી બે સપ્તાહમાં આ ઘટનાનો અહેવાલ રજૂ કરવા આયોગે આદેશ કર્યા છે.
કોન્સ્ટેબલ પ્રદીપ ડાંગરની ધરપકડ કરી હતી
પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં "ટોક ઓફ ધ ટાઉન" બનેલા બાળ આરોપીના મૂળમાંથી વાળ ખેંચી નાખવાના ચકચારી પ્રકરણમાં પ્રથમથી જ થયેલી તપાસ સામે શંકાઓ ઉપજે તેવા આરોપીઓ દ્વારા એક પછી એક નિવેદનો નોંધાવતા હવે તપાસકર્તાઓ સામે પણ આશંકાઓ ઊભી થઈ હતી. આ પ્રકરણમાં ગાંધીગ્રામ પોલીસે સફાઇ કામદાર શૈલેષ તથાં કોન્સ્ટેબલ પ્રદીપ ડાંગર સામે ગુનો નોંધી પ્રથમ શૈલેષની ધરપકડ કર્યા બાદ પોલીસમેન આરોપી કોન્સ્ટેબલ પ્રદીપ ડાંગરની ધરપકડ કરી હતી.
પોલીસબેડામાં ચકચાર જાગી
આ અત્યાચારના ચકચારી બનાવમાં સ્થાનિક લેવલે કોઈ કડક કાર્યવાહી નહીં થયાનું અને આ કાંડના પડઘા છેક માનવ અધિકાર પણ સુધી પહોંચતા માનવ અધિકાર પંચ દ્વારા રાજ્યના પોલીસવાળા વિકાસ સહાયને નોટિસ મોકલી બે સપ્તાહમાં સમગ્ર બનાવ અંગેનો અહેવાલ રજૂ કરવા આદેશ કરતા પોલીસબેડામાં ચકચાર જાગી છે.
ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં તેમના નિવાસસ્થાને મળેલી બેઠક પૂર્ણ, તમામ મંત્રીઓના રાજીનામા લઈ લેવાયા, CM સાંજે નવા મંત્રીમંડળનું લિસ્ટ રાજ્યપાલને સોંપી શકે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મુંબઈથી સીધા જ ગાંધીનગર આવ્યા હતાં. તેમના નિવાસ સ્થાને મંત્રીઓની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં અધિકારીઓ પણ હાજર રહ્યા હતાં. મંત્રીઓ પાસેથી આ બેઠકમાં રાજીનામાં લઈ લેવામાં આવ્યા છે. મંત્રીઓ રાજીનામાં આપીને રવાના થયા છે. મુખ્યમંત્રીએ હાઈકમાન્ડને આ અંગે માહિતી પણ આપી છે.