BREAKING NEWS

તારા ઘરે જતી રહેજે, મારે બીજી પત્ની કરવી છે, કહી પતિએ પત્નીના હાથપગ ભાંગી નાખ્યા

  • March 30, 2026 04:38 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જીયાણા ગામમાં રહેતા યુવકે કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં નાગલપર ગામે રહેતા તેના બનેવી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફોન ન ઉપાડવા બાબતે ઝઘડો કરી મારે બીજી પત્ની કરવી છે તેમ કહી બનાવીએ બહેનને લોખંડના પાઈપથી મારમારી હાથ- પગ ભાંગી નાંખ્યા હતાં.


જીયાણા ગામે રહેતા દીપકભાઈ જેસીંગભાઇ જખાણીયા(ઉંમર ૩૫)એ કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં તેના બનેવી લાલા બાબુભાઈ વાજેલિયા(રહે નાગલપર ગામ, રાજકોટ)નું નામ આપી જણાવ્યું હતું કે, તે બે ભાઈ અને સાત બહેનો છે. તેમાંથી સૌથી નાની બહેન વસનબેન નાગલપર સાસરે છે.તેમણે સંતાનમાં બે દીકરા અને એક દીકરી છે.


વધુમાં જણાવ્યું હતું કે, ગત તા.૨૪/૩ ના રોજ સાંજના સાત વાગ્યે આસપાસ નાગલપરમાં રહેતા તેના માસી જમનાબેનનો ફોન આવ્યો હતો કે, નાગલપર ગામે રહેતી તેની બહેન વસનબેન અને તેના પતિ લાલા વાજેલીયા વચ્ચે ઝઘડો થયો છે. તુ જલ્દીથી અહીં આવી જા. આથી યુવક અને તેના પિતાજી બહેનના ઘરે જવા નીકળી ગયા હતા.ઘર પહોંચ્યા બાદ બહેન સાથે વાત કરતા બહેને જણાવ્યું હતું કે, તે ઘરે એકલી હતી અને રોટલી બનાવતી હતી ત્યારે બનેવીએ બહારથી આવીને કહ્યું કે, તું ફોન કેમ ઉપાડતી નથી મેં તને બે ફોન કરેલા, તું તારા ઘરે જતી રહેજે, જોતી નથી, મારે બીજી પત્ની કરવી છે, આટલું કહી ગાળો ભાંડવા લાગ્યા હતા. આટલું જ નહીં ઢીકાપાટુનો માર મારી ઘરમાં પડેલ લોખંડના પાઇપથી હાથ પગમાં માર માર્યો હતો. બનેવીએ બહેનને માર મારતા ભાઈ જીયાણા ગામે પોતાની ઘરે લઈ આવ્યો હતો. બહેનને માર માર્યાનો દુ:ખાવો થતાં વાંકાનેર ખાતે ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવતા ડોક્ટરે રિપોર્ટમાં જણાવ્યું હતું કે બહેનને જમણા હાથમાં અને ડાબા પગમાં ફ્રેક્ચર થયું છે આથી ઓપરેશન કરવું પડશે. બનેવીએ નજીવી બાબતે બહેનને માર મારતા ભાઈ દીપકે કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application