પ્રખ્યાત કવિ મુનવ્વર રાણાની પુત્રી સામે લખનૌમાં ટ્રિપલ તલાકનો કેસ નોંધાયો છે. કવિ મુનવ્વર રાણાની પુત્રી હિબા રાણાએ આરોપ લગાવ્યો છે કે તેના પતિ સૈયદ મોહમ્મદ સાકિબે તેને ટ્રિપલ તલાક આપ્યા છે. સઆદતગંજ પોલીસે ટ્રિપલ તલાકનો કેસ નોંધ્યો છે અને આ મામલાની તપાસ કરી રહી છે.
મુનવ્વરની પુત્રી હિબાએ તેના પતિ અને સાસરિયાઓ પર દહેજ માંગવાનો આરોપ લગાવ્યો છે. હિબા દ્વારા દાખલ કરાયેલી પોલીસ ફરિયાદમાં જણાવાયું છે કે હિબા અને સાકિબના લગ્ન ૧૯ ડિસેમ્બર, ૨૦૧૩ના રોજ થયા હતા. આ સમયગાળા દરમિયાન, ૧૦ લાખ રૂપિયા અને સોના-ચાંદીના દાગીના દહેજ તરીકે આપવામાં આવ્યા હતા.
હિબાનો આરોપ છે કે તેના સાસરિયાઓ તેની પાસેથી ૨૦ લાખ રૂપિયાની માંગણી કરી રહ્યા હતા અને આ માટે તેમને માર પણ મારવામાં આવ્યો હતો. તેના પતિએ તેને ઘરમાંથી બહાર કાઢી મૂકી અને આટલું ઓછું હોય તેમ ત્રણ તલાક આપી દીધા હતા, જે હવે કાનુનની ખિલાફ છે. એવો પણ આરોપ છે કે સાકિબે હિબાને મારી નાખવાની ધમકી આપી હતી.
ઉર્દૂ સાહિત્ય મુનવ્વર રાણા આગવું નામ હતું
દેશના અગ્રણી કવિઓમાં મુનવ્વર રાણાનું નામ ખૂબ જ આદરથી લેવામાં આવે છે. તેઓ ઉર્દૂ સાહિત્યમાં એક અગ્રણી વ્યક્તિ હતા. તેમનું અવસાન ૧૫ જાન્યુઆરી, ૨૦૨૪ના રોજ ૭૧ વર્ષની વયે લખનૌમાં થયું હતું. તેમને ૨૦૧૪માં સાહિત્ય અકાદમી પુરસ્કાર પણ મળ્યો હતો.
ત્રણ તલાક અંગેના નિયમો શું છે
મુસ્લિમ મહિલા (લગ્ન અધિકારોનું રક્ષણ) અધિનિયમ, 2019 હેઠળ 1 ઓગસ્ટ, 2019 થી ટ્રિપલ તલાક અમલમાં છે. આ કાયદા હેઠળ ટ્રિપલ તલાક સંપૂર્ણપણે ગેરકાયદેસર છે. આનો અર્થ એ છે કે કોઈ પણ પુરુષ સ્ત્રી પર ટ્રિપલ તલાક ઉચ્ચારી શકતો નથી.આ પ્રથા મુસ્લિમ સમાજમાં પ્રચલિત હતી, જ્યાં પતિ એક જ બેઠકમાં ત્રણ વખત "તલાક" બોલીને અથવા લખીને તેની પત્નીને છૂટાછેડા આપતો હતો. જોકે, ટ્રિપલ તલાક હવે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે.